કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ર૩મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાકૃતિક જિલ્લા ડાંગના પ્રવેશદ્વાર વઘઈ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ દરમ્યાન પણ ન.કૃ.યુ.ના માનનીય કુલપતિશ્રી, ડૉ. ઝેડ.પી. પટેલના અધ્યક્ષ સ્થાને ર૩ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કુલપતિશ્રી એ કૃષિ યુનિવર્સિટી ની દરેક ટેકનોલોજી કે.વી.કે. વઘઇ મારફત ડાંગના છેવાડે ના ખેડૂત સુધી પહોંચાડવાનું આહવાહન કર્યું હતું. આ બેઠક માં યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી, ડૉ. લલિત મહાત્મા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. એન. એમ. ચૌહાણ તથા ડૉ. સી. જે. ઇટવાલા, સહ પ્રાધ્યાપક, એ.સી.એચ.એફ. કોલેજ, ન.કૃ.યુ., નવસારી તેમજ કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., વઘઈના આચાર્યશ્રી, ડૉ. જે. જે. પસ્તાગીયા, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈના સહ સંશોધન વૈજ્ઞાનિક, ડૉ. એચ.ઈ. પાટીલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વધઈ ના વડા ડો. જે. બી. ડોબરીયા તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ, અન્ય સંસ્થાના અધિકારીશ્રીઓ તેમજ ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડુતો રૂબરૂ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયા દ્વારા કાર્યક્રમની સમજ અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત ગત વર્ષ ર૦ર૩ નો વાર્ષિક પ્રગ્રતિ અહેવાલ તથા વર્ષ ર૦ર૪ દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવનાર કામગીરી અંગેનો એન્યુઅલ એક્શન પ્લાન રજુ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીની ટેકનોલોજી ડાંગના ખેડૂત અપનાવે અને સામાજિક વિકાસ થાય એ માટે લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ તથા ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડુતો તરફથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈની કામગીરી અંગેના અભિપ્રાયો મેળવી તેના ઉપર યુનિવર્સિટી સત્તાધિકારીશ્રીઓ સાથે ચર્ચા-વિચારણાં કરી તે મુજબની કામગીરી કરવા અંગે કે.વિ.કે., વઘઇ (ડાંગ)ની વૈજ્ઞાનિક ટીમ કટીબધ્ધ થઇ હતી.
આ બેઠક ને સફળ બનાવવા ડૉ. જે.બી. ડોબરીયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, અને કે. વી.કે. વધઈ ની સમગ્ર ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી.