વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમ તથા વોકેથોન યોજાઇ
જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીએ ફ્લેગોફ આપી વોકેથોન રેલીને પ્રસ્થાન કરાવી
–
વોકેથોન રેલી કાર્યક્રમમાં ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાઈ નગરજનોને મતદાનના મહત્વ વિશે જાગૃત કર્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧: આગામી ટૂંક સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણી-૨૦૨૪માં તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, વધુમાં વધુ લોકો નામ નોંધણી કરાવે, તમામ નાગરિકો મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ આજરોજ તાપી જિલ્લાના વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમ તથા વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રીએ ફ્લેગોફ આપી વોકેથોન રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ જન જાગૃતિલક્ષી કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ,મળી ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સહિત,આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ચૂંટણી વિભાગના અધિકારી કર્મચારીઓ,જાગૃત નાગરિકો આ રેલીમાં જોડાયા હતા.જેમાં “Nothing Like Voting, I Vote for Sure”ના સુત્રોચ્ચાર કરાયા હતા.
“મતદાન આપણો અધિકાર” અવસર લોકશાહીનો,”મતદાનનું મહત્વ” વિષયક સ્લોગનો અને બેનરો સાથે વિદ્યાર્થીઓએ વ્યારા નગરવાસીઓને મતદાન કરવા જાગૃત કર્યા હતા. વધુમાં સેલ્ફી ઝોનનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીનીઓએ પોતાની સેલ્ફી લઇ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતાધિકાર વિશે સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. આ મતદાર જાગૃતિ વોકેથોન રેલી કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીશ્રીઓ, જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારી,કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000
.