વાંકલ બજારમાં લોકોની ભીડ વધતા પોલીસે કડકાઈ રાખી ભીડ દૂર કરી

Contact News Publisher

સવારે 8થી11 કલાક સુધી માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખોલવા સૂચના આપી હતી

(નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના બજારમાં છેલ્લા બે દિવસથી લોકોની વધુ પડતી ભીડ થઈ જતા પોલીસે સપાટો બોલાવી ભીડ ને દૂર કરી દુકાનો બંધ કરાવી દીધી હતી અને સવારે 8થી 11 કલાકે દરમિયાન જાહેરનામાની જોગવાઈ અનુસાર માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખુલ્લી રાખવા સૂચના આપી હતી કોરોનાવાયરસ ના કેશો વધતા સમગ્ર રાજ્ય અને દેશમાં લોક આરોગ્ય જોખમમાં મૂકાઈ રહ્યો છે સરકાર દ્વારા પ્રતિરોધ કડક પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી વાંકલ ગામ ના બજારમાં પર પડતી લોકોની ભીડ જામી રહી છે જેથી લોક ડાઉનલોડ કોઈ મતલબ ન હોવાથી પણ ફરિયાદો ઉઠી રહી છે જેને પોલીસે ધ્યાનમાં લઇ માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયી દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા સવારે 11:00 વાંકલ બજારની ભી ડ ને દૂર કરવા માટે પોલીસ સ્ટાફ વાંકલ બજારમાં સપાટો બોલાવ્યો હતો જેથી બજારની ભીડ ગણતરીની મીનીટોમાં દૂર થઈ હતી તેમજ પોલીસે બજારની દુકાનો બંધ કરાવી દીધી હતી અને સવારે8થી 11 ના આ સમયગાળા દરમિયાન માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની દુકાન ખોલવાની સુચના આપી હતી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ કામ વિના બજારમાં આટા ફેરા કરતા લોકો વિરુદ્ધ છેલ્લા ચાર દિવસમાં 10 થી વધુ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *