બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત ઓનલાઈન ક્વિઝનાં વિજેતા જાહેર
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એક શિક્ષક તેનાં વ્યવસાયિક પરિપેક્ષ્યમાં સુસજ્જ અને જીવંત બની રહે એવાં શુભ હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો માટે ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશનનો ગત વર્ષથી નવતર અભિગમ અમલમાં મૂકવામાં આવેલ છે. જેને અપેક્ષિત પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
સદર ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશન સંદર્ભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે શાળાનાં બાળકો પોતાનાં રૂટિન અભ્યાસ સાથે રોજબરોજની ઘટનાઓ, વિશેષ દિવસો, વ્યક્તિ વિશેષનાં જીવન ચરિત્ર વિગેરેથી વાકેફ થાય તે માટે શિક્ષક જ યોગ્ય માધ્યમ છે. આ બાબતને પરિણામલક્ષી બનાવવા ગત વર્ષથી બી.આર.સી. ભવન દ્વારા ઓનલાઇન ક્વિઝનો નવતર અભિગમ અમલમાં મૂકેલ છે. જેને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ નવતર અભિગમ સંદર્ભે માતૃભાષા દિવસ નિમિત્તે યોજવામાં આવેલ ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ છે. પ્રથમ: પ્રિતિબેન બી. પટેલ (અટોદરા પ્રા. શાળા) દ્વિતીય: યામિનીબેન ટી. પટેલ (ભાંડુત પ્રા. શાળા) તૃતિય: ચિરાગભાઈ એમ. વ્યાસ (કોસમ પ્રા. શાળા)
ક્વિઝનાં વિજેતા સારસ્વતમિત્રોને બી.આર.સી. પરિવાર સહિત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.