વિવિધલક્ષી હાઈસ્કુલ ડોલવણમાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શનથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પૂર્વે વિજ્ઞાન નિબંધથી વિજ્ઞાન ઉત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા સી.વી રામન વૈજ્ઞાનિકની યાદમાં ફેબ્રુઆરી માસ દરમ્યાન દરરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જુદાજુદા તાલુકામાં જુદીજુદી શાળાઓમાં વિજ્ઞાન ઉત્સવ તરીકે ઉજવાશે. જેમાં આજ રોજ વિવિધલક્ષી હાઈસ્કુલમાં વિજ્ઞાન નિબંધ લખાવ્યો. શાળાના આચાર્ય રાજેશભાઈ ચૌધરીના માર્ગદર્શનથી શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૯ થી ૧૦ના ૧૫૦ બાળકોને વિજ્ઞાનનો અર્થ, શોધ, પ્રયોગ, સંશોધન અને અવલોકનથી વૈજ્ઞાનિક અભિગમથી વાકેફ કરી સી.વી રામનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સમગ્ર ફેબ્રુઆરી દરમ્યાન ઉજવાય તે હેતુથી આજે અમારી શાળામાં પણ બાળકોને માહિતગાર કરી વિજ્ઞાન કૌશલ્યો વિશે સમજ આપી. આં તબક્કે શાળાના આદર્શ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી. અને તેઓને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા વિજ્ઞાન કીટ અર્પણ કરવામાં આવી. શાળાના ધોરણ-૯ થી ૧૦ ના તમામ બાળકો વિજ્ઞાન પ્રવાહમાં ભાગ લેશે તેવા સંકલ્પ આચાર્ય રાજેશભાઈ ચૌધરી દ્રારા આપવામાં આવ્યા હતા.
આજનો યુગ સંશોદન અને પ્રયોગોનો છે. વિજ્ઞાન ડગલે ને પગલે આગળ વધી રહ્યું છે. તેનો ઉપયોગ આપણે સવારથી સાંજ સુધી કરી રહ્યા છીએ તો આવો સૌ ભાવી વૈજ્ઞાનિકો બનીને સમૃદ્ધ વિકસિત ભારત બનાવીએ.