ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એલ.સી.બી.તાપીના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એન.જી. પાંચાણી, તથા પેરોલ ફર્લો તાપીના.પી.એસ.આઈ.શ્રી એન.એસ. વસાવાની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંગભાઇ એલ.સી.બી. તાપીના પોલીસ જવાનો સાથે ડોલવણ પો.સ્ટે વિસ્તારમા મિલકત સંબંધી ગુના અંગે પેટ્રોલીગમા હતા. તે દરમ્યાન અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને બાતમી મળેલ કે, “એક વ્યકિત નામે ઇથાઇલભાઇ ઇશ્વરભાઇ કોટવાળીયા રહે. અંતાપુર ગામ કોટવાળીયા ફળીયુ તા.ડોલવણ જી.તાપીનો એક બીલ વગરનો શંકાસ્પદ મોબાઇલ વેચવા માટે ફરતો હોવાની બાતમી મળતા” જે બાતમી આધારે ડોલવણ ગામ ચાર રસ્તા ખાતે આવતા બાતમીવાળો વ્યકિત હાજર મળી આવતા તેને મોબાઇલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા આરોપી- ઇથાઇલભાઇ ઇશ્વરભાઇ કોટવાળીયા રહે. અંતાપુર ગામ કોટવાળીયા ફળીયુ તા. ડોલવણ જી.તાપીની પાસેથી એક સેમસંગ કંપનીનો મોડેલ નંબર S20 એન્ડ્રોઇડ મોબાઇલનો મળી આવતા જે બાબતે વધુ તપાસ કરતા ડોલવણ પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ હોવાની હકિકત જણાઇ આવતા આ મોબાઇલ ફોનની કિ.રૂ.૨૫,૦૦૦/- નો ગણી કબ્જે કરી, આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ

એક સેમસંગ કંપનીનો મોડેલ નંબર S20 એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ જેનો IMEI નંબર જોતા (૧) 352659950126109 तथा (२) 352963920126102 डि.३.२५,०००/-

શોધાયેલ ગુનો

ડોલવણ પો.સ્ટે ગુના રજી.નં.૧૧૮૨૪૦૦૯૨૪૦૧૨૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનાઓ રજીસ્ટર થયેલ छे.

કામગીરી કરનાર ટીમ :-

એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ એલ.સી.બી. તાપી તથા અ.હેડ.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈમ

એ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other