કુકરમુંડા ગ્રામજનો દ્વારા તાલુકાના સેવાસદન ખાતે ધરણા પ્રદર્શન કરશે : માંગો ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : કુકરમુંડા તાલુકાના ગ્રામજનો દ્વારા તાપી જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને સંબોધી આજ રોજ કુકરમુંડા તાલુકાના મામલતદારને પત્ર આપી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોએ અગાઉ આપેલ અરજીઓનો નિકાલ ન આવતા ગ્રામજનો દ્રારા તા:૨૬/૦૨/૨૪ના રોજે ચાર દિવસ કુકરમુંડા તાલુકાના સેવાસદન ખાતે કુકરમુંડા ગામના ગ્રામજનો દ્રારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે એવી ચમકી ઉચ્ચારવામાં આવેલ છે. તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકાના વિસ્તારમાં અલગ અલગ જાહેર હિત ના પ્રશ્નો અને વ્યક્તિગત સરકારી યોજનાકીય લાભો અને રોજગારીથી વંચિત જેવા પ્રશ્નો ને લઈ અગાઉ ભૂતકાળમાં કુકરમુંડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીથી લઈ જિલ્લાના અધિકારીઓ અને રાજ્ય સ્તર સુધી તેમજ તાલુકા ફરિયાદ નિવારણ અને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમોમાં પણ પ્રશ્નોની રજૂઆત અને ફરિયાદો કરવામાં આવી હતી. છતાં પણ આજ દિન સુધી આ તમામ પ્રશ્નો પ્રત્યે જવાબદાર અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે કુકરમુંડા તાલુકાની મહિલાઓ અને
સામાજિક કાર્યકર્તાઓ દ્વારા તા. ૨૬/૦૨/૨૦૨૪ના રોજ કુકરમુંડા તાલુકાના સેવાસદન ખાતે ચાર દિવસ અધિકારીઓના વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન કરશે !! જ્યાં સુધી તમામ પ્રશ્નનોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં ન આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવશે? ગ્રામજનો દ્રારા ચમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે કે અમારા પ્રશ્નોનો હલ ન આવે તો અમે ભૂખ હડતાળ અને રસ્તા રોકો આંદોલન પણ કરીશું !! અને જે દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બનશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી અને સ્થાનિક વહીવટી તંત્રની રહેશે. શું કુકરમુંડા તાલુકાની મહિલાઓને અને સામાજિક કાર્યકર્તાઓને ન્યાય મળશે ? તે આવનાર સમયમાં ખબર પડશે.