સુરત જિલ્લાના એકમાત્ર કોરોના પોઝિટિવ કેસના વસરાવી ગામ ને કલસ્ટર ક્વોરનટાઈન જાહેર કરાયો
30 એસઆરપી જવાનોની ફોજ ગામમાં ખડકી દેવાય નક્કી કરેલા લિમિટેડ સમય માટે લોકો ઘરની બહાર નીકળી શકશે : રસ્તા બંધ.
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સુરત જિલ્લાના એક માત્ર વસરાવી ગામેથી કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ મળી આવ્યો હતો જેથી સરકારી તંત્ર દ્વારા આખરે વસરાવી ગામને ૩૦ જેટલા s.r.p જવાનો ની ફોજ ને હવાલે કરી કલસ્ટર કવોરેન્ટઈન જાહેર કર્યો છે તેમજ ગ્રામજનોના રોજિંદા કામ જીવન જરૂરિયાત ની વસ્તુ લેવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે.. તારીખ 9મી ના રોજ સવારે વસરાવી ગામમાં સવારથી જ s.r.p જવાનો ગામના વિવિધ પોઈન્ટો ઉપર ફરજ ઉપર આવી ગયા હતા વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સ ઈદ નાતાલ વાળા દ્વારા તમામ જવાનોને હેન્ડ સેની તાઇજર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય વિભાગની ટીમ સતત વસરાવી ગામની લોક ડાઉન દરમિયાન દેખરેખ રાખી રહી છે ત્યારે સરકારી તંત્ર દ્વારા અગાઉ મળેલા કોરોનાવાયરસ પોઝિટિવ કેસ ના કારણે વધુ તકેદારી રાખી વસરાવી ગામને કલસ્ટર ક્વોરોન્ટઈન કરવામાં આવ્યું છે જેમાં ગામમાં સદંતર અવ ર જવર બંધ કરી દેવામાં આવી છે અને કલસ્ટર. ક્વોરોન ટાઈન ના નિયમ મુજબ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી રોજિંદા કામ માટે લિમિટેડ ટાઇમ નક્કી કરવામાં આવ્યો છે જેમાં અનાજ કરીયાણા શાકભાજી માટે સાંજે 6થી7 અને દૂધ ભરવા સવાર સાંજ 6.30.થી7.30. ખેડૂતો માટે સવારે.6.30.થી.8.. અને સાંજે 6.થી7.30 મજુરી ઘર કામ માટે. સવારે.9 થી9.30 અને સાંજે 5.થી5.30 સમય આપવામાં આવ્યો છે