વ્યારામાં નોંધાયેલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એલ.સી.બી.તાપીના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એન.જી.પાંચાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તાપીના પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી સ્ટાફના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ રાખી હતી તે દરમ્યાન આજરોજ અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ ટેકનીકલ સર્વેલન્સને માહિતી મળેલ કે “ચોરીના ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ મોબાઇલ ફોન મો.નં. ૯૯૭૯૬૬૭૨૫૦ વાળા સીમકાર્ડ ધારક મોઇનખાન મહેબુબખાન પઠાણ રહે.જમાદાર ફળીયુ સેલંબા જી.નર્મદાવાળો ઉપયોગ કરે છે. અને તે વ્યકિત હાલ વ્યારા જુના બસ સ્ટેન્ડ ખાતે આવેલ છે.” તેવી માહિતી આધારે વ્યારા જુના બસ સ્ટેન્ડ ઉપર આવતા ત્યાં તથા આજુબાજુમાં ઉભેલ માણસોને ચેક કરતા આ બાતમીવાળા નામ સરનામાવાળો ઇસમ મળી આવતા આરોપી-મોઇનખાન મહેબુબખાન પઠાણ ઉ.વ. ૨૪ રહે.જમાદાર ફળીયુ સેલંબા તા.સાગબારા જી.નર્મદાની પાસેથી કાળા કલરનો વન પ્લસ કંપનીનો મોબાઇલ મળી આવેલ જે બાબતે વધુ તપાસ કરતા IMEI નંબર તથા મોબાઇલ કંપની ઉપરથી વ્યારા પો.સ્ટે.મા જે અંગેનો ગુનો દાખલ થયેલ હોવાની હકિકત જણાઇ આવતા આ મોબાઇલ ફોનની કિ.રૂ.૧૦,૦૦૦/- નો ગણી પોલીસે કબ્જે કરી, આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ

કાળા કલરનો વન પ્લસ કંપનીનો મોબાઈલ જેના IMEI નંબર જોતા (૧) 864835062138114 (2) 864835062138106 નો હોય આ મોબાઇલ ફોનમાં જોતા એક જીયો કંપનીનો સીમકાર્ડ નં.૯૯૭૯૬૬૭૨૫૦ ३ि.३.१०,०००/-

શોધાયેલ ગુનો

વ્યારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૦૨૩૯/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુનાઓ રજીસ્ટર થયેલ छे.

કામગીરી કરનાર ટીમ :-

પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી, એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ તથા રોનકભાઇ સ્ટીવનસનભાઇ તથા અ.પો.કો. અરૂણસિંહ જાલમસિંહએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other