વઘઇના સેવાભાવી યુવાનોએ કોરોના વાઇરસથી બચવા માટે સ્વખર્ચે વઘઇ નગરમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કર્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : સમગ્ર દેશ માં દિવસે ને દિવસે કોરના કેશ માં વધારો જોવા મળી રહ્યો છે જયારે ગામડાઓ માં પણ કોરોના વાયરસ ના ફેલાય જેના ભાગ રૂપે આરોગ્ય વિભાગ અને ગ્રામજનો પણ સતર્ક બન્યા છે જેને લઇ વઘઇ નગર ના સેવાભાવી યુવાનો દ્રારા હાલ ઝડપી ફેલાઈ રહેલા કોરોના વાઇરસ ની સામે લોકો ને રક્ષણ આપી શકે તે માટે ના સેવાકાર્ય માટે આગળ આવી સમ્રગ વઘઇ નગર ના ભરવાડ ફળીયા, દરગાહ ફળીયા, મેઇન બજાર, આશાનગર, રાજેન્દ્રપુર, જેવા જુદા જુદા વિસ્તારો માં વઘઇ નગર ના સેવાભાવી યુવાનો એ ફાડો એકત્રિત કરી ને પોતાના સ્વખર્ચે સેનેટાઇઝર દવા નો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી છે જેમાં સેવાભાવી યુવાન રીતેશ પટેલ અને તેમની ટીમે પોતાના ખાનગી વાહન અને પંપસેટ ની મદદ થી સમ્રગ વઘઇ નગર ના જુદા જુદા વિસ્તારમાં પોતાના હાથે લોકો ના ધરે ધર સેનેટાઇજર દવાનો છંટકાવ કરી ને લોકોને કોરાના વાઇરસ ના કહેર થી ભય મુક્ત કરી લોકો ના આરોગ્ય અંગે ની ચિંતા કરી હતી જયારે આ સેનેટાઇજર દવા નો છંટકાવ કરી વેળા નગર જનો એ પણ પોતાના ધર ના બારી બારણા બંધ કરી સંપુર્ણ પણે દવા નો છંટકાવ કરવા માટે સેવાભાવી ટીમ ના યુવાનો ને પુરેપુરો સહકાર આપ્યો હતો અને વઘઇ ના યુવાનો ની આ સેવાકીય પ્રવૃતિ ને લોકો એ બિરદાવી હતી વળી સેવાભાવી યુવાનો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી કોરોના વાઇરસ ની મહામારી થી બચવા માટે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી જયારે આ સેનેટાઇજર દવાની છંટકાવ ની કામગીરી દરમિયાન સેવાભાવી યુવાન વિજય થોરાટ, ગમન ભોયે, જીગ્નેશ પટેલ , દિપ્તેશ પટેલ, વિનીત પટેલ, હર્ષ પટેલ, પંકુ, કૌશલ પટેલે ભારે જહેમત ઉઠાવી આ સેવાકાર્ય ને સફળ બનાવ્યું હતુ