ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે એક આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઇન્ચાર્જ પો.ઈ. શ્રી એન.જી. પાંચાણી તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ કે, “મહારાષ્ટ્ર રાજ્યમાથી એક સફેદ કલરની ઇકો કાર નં.MH-39-AB-2970માં ઉચ્છલ કટાસવાણ ગામ આવવાના રસ્તા ઉપરથી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી નીકળનાર છે” જે બાતમી આધારે ઉચ્છલ કટાસવાણ ગામના પરસાળી ફળીયામા આવેલ રસ્તા ઉપર અલગ અલગ ટીમ બનાવી પોલીસ જવાનો વોચમાં હતા. તે દરમ્યાન બાતમીવાળી સફેદ કલરની ઇકો કાર નં. MH-39-AB-2970  આવતા તેને રોકાવી રોડની સાઇડમાં લેવડાવી ચેક કરતા તેમા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોવાથી આરોપી- (૧) મોતીરામ બાજ્યા માવચી ઉ.વ.૫૩ રહે.બેડકીપાડા પોસ્ટ ખેખડા તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)એ પોતાના કબજાની સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર નં.MH-39-AB-2970 જેની આશરે કિં.રૂ.૧,૫૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ સીલબંધ કુલ બોટલો/ટીન બીયર નંગ-૩૩૮ જેની કુલ કિં. રૂ.૨૭,૧૫૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૧, આશરે કિં. રૂ.૫૦૦/- તથા આર.સી.બુકની નકલ કિ.રૂ.૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૭૭,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ-૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ

શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ તેમજ પેરોલ ફર્લો સ્કોડ તાપી સ્ટાફના અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઇ, અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other