અભયમ ૧૮૧ ટીમ તાપીએ સોનગઢના અંતરીયાળ ગામના એક વ્યસની પતિનું પત્ની સાથે સમાધાન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામમાંથી એક પીડિત બહેને ફોન કરીને જણાવ્યુ કે મારા પતિ સાથે પ્રેમલગન કરેલ છે. અને બે છોકરાઓ છે. મારો પતિ દરરોજ વ્યસન કરી અવાર નવાર હેરાન કરે છે. ઝગડા કરે છે તેથી તેમની મદદ માટે ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. હતી.
પીડિત બહેન સાથે વાતચીત કરતા પતિ કોઈક દિવસ મજુરી કામ કરવા જાય છે ત્યાંથી જે પૈસા આવે છે તે પૈસા વ્યસન પાછળ પુરા કરે છે. અને પિડીતબહેન પાસે પૈસા માંગીને પણ નશો કરવા જાય છે. પૈસા ન આપે તો લડાઈ ઝઘડો કરે છે. પીડિતબહેન મજૂરી કરી પોતાના પરિવારનું ભારણ પોષણ કરે છે. તેમજ બાળકો ને અભ્યાસ કરાવે છે. બહેન મજૂરી કરી ઘરે આવે છે તો પતિ ઘરે ઝગડા કરી ગાળાગાળી કરે છે. અને મારઝૂડ કરવા લાગે છે. તેથી તેમના પતિ ને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હતી. આમ બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરી બહેનના પતિ ને નશો કરવો એ ગુનો છે તેમજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જે વિશે સમજ આપી હતી. બહેનના પતિએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી લેતા અને કાયદાકીય સલાહ આપી ફરી બહેન ને હેરાન ન કરે અને મારઝૂડ નહિ કરે તેની લેખિત બાંહેધરી આપી હતી. વ્યસમુક્તિ કેન્દ્ર વિશે સલાહ આપી અને બંને પતિ પત્ની સાથે સુખદ નિરાકરણ કરાવવામાં આવેલ છે જેથી પીડિતા એ ૧૮૧ નો આભાર માન્યો હતો.