મેરેથોન જેવી પ્રાચીનતમ ઈવેન્ટ આપણામાં નવો આત્મવિશ્વાસ જગાવે છે: ડો. ધર્મેશ પટેલ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે યોજાયેલ મેરેથોનમાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં સક્રિય આચાર્ય ડો. ધર્મેશ પટેલે તેનું નિર્ધારિત અંતર 10 કિલોમીટર સફળતાપૂર્વક પૂર્ણ કરી નવયુવાનોને પુન: એકવાર નવીન સંદેશો આપ્યો હતો.
મેડલ વિતરણ કાર્યક્રમ બાદ ડો. ધર્મેશ પટેલે મેરેથોનનું મહત્વ સમજાવતાં જણાવેલ હતું કે શારીરિક અને માનસિક રીતે માણસ પોતાનાં જીવનમાં આગળ વધવા માંગે છે જે માટે મેરેથોન જેવી પ્રાચીનતમ ઈવેન્ટ તેનામાં નવો આત્મવિશ્વાસ જગાવે છે. આ સાથે તેમણે મેરેથોનનો ઈતિહાસ અને મહિમા વર્ણવી તેમાં સહર્ષ ભાગ લેવા અનુરોધ કર્યો હતો.