ઉચ્છલના બાબરઘાટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો

Contact News Publisher

૧૭૨- નિઝર વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુંડાના ૮૨ ગામના ૧૬૧૮ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું તેમજ ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા સહિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને આવાસ અર્પણ કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામે આજરોજ ૧૭૨- નિઝર વિધાનસભા વિસ્તારમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો હતો. બાબરઘાટ મુકામે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,પદ્મશ્રી રમીલાબેન ગામીત સહિત પદાધિકારીઓ અને મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને આવાસ અર્પણ કરાયા હતા. સમગ્ર રાજ્યના આવાસ લોકાર્પણની સાથે સાથે સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુંડાના ૮૨ ગામના ૧૬૧૮ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વિકસિત ભારત સેલ્ફી પોઈંટ તેમજ વિકસિત ભારત ક્વિઝ સ્પર્ધામાં બાળકો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રેમ,હુંફ અને લાગણીનું સરનામુ એટલે ઘર, દરેક વ્યક્તિને પોતાના સપનાનું ઘર હોય છે ત્યારે વિકસિત ભારત અંતર્ગત આવાસના લાભાર્થીઓને આશા અને ખુશીની અભિવ્યક્તિ કરાવતા ડો.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે આજે આપણે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સૌને પોતાનું ઘર મળે ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું એ સાચા અર્થમાં સાકાર થઈ રહ્યું છે. તેઓ આપણી ચિંતા કરે છે. છેવાડાના માનવી સુધી લાભ આપવાની વાત છે જે ખરા અર્થમાં આપણને જોવા મળે છે. આવનારા દિવસોમાં વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારતનો આપણો સંકલ્પ છે એ પણ આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ. આજે સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ વહીવટી તંત્ર સહિત પદાધિકારીઓને ધારાસભ્યશ્રી ડો.જયરામ ગામીતે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે સૌ લાભાર્થીઓ સહિત મહાનુભાવોને આવકારતા જણાવ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક એટલા માટે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે દરેકને છત મળે , તમામ લાભાર્થીઓને લાભ મળે અને સૌ સાથે મળીને વિકસિત ભારત સંકલ્પ પૂર્ણ થાય તેવી અપેક્ષા જિલ્લા વિકાસ અધિકારીએ વ્યક્ત કરી હતી.
નિઝર વિધાનસભા વિસ્તારમાં સોનગઢ-૫૭૪,ઉચ્છલ-૪૯૦,નિઝર-૨૧૬ અને કુકરમુંડા-૩૩૮ મળીને કુલ ૧૬૧૮ આવાસોનુ; લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે તાપી જિલ્લામાં ૧૫૭-માંડવી સમાવિષ્ઠ સોનગઢ તાલુકાના ૩૫ ગામોના ૪૬૧ તેમજ ૧૭૦-સમાવિષ્ઠ મહુવા વિસ્તારના વાલોડ તાલુકા ના ૩૪ ગામોના ૭૩૦ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સબંધિત વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યા હતા.
બાબરઘાટ ખાતે એ.મો.ગર્લ્સ રેસી.ની બાલિકાઓએ ગરબો,આદિવાસી ગીત નૃત્ય, પ્રા.શાળા નુરાબાદ,મોગલબારા,બાબરઘાટની બાલિકાઓએ દેશભક્તિ ગીત રજુ કર્યા હતા.લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.
આ પ્રસંગે માજી પ્રમુખ સૂરજભાઈ વસાવા,મયંકભાઇ જોષી, તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લા/તાલુકા પંચાયત પદાધિકારીઓ,સરપંચશ્રીઓ,પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ,નાયબ પોલીસ અધિક્ષક સી.એમ.જાડેજા,નાયબ જિલલા વિકાસ અધિકારી સંદીપભાઈ ગાયકવાડ,મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી કે.એલ.પટેલે લાભાર્થીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવો સહિત તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other