તાપી જિલ્લાના જૈન સંઘ દ્વારા ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવાનો સેવા યજ્ઞ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: 7: “કોરોના”ના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન” ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લાના જૈન સંઘ દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત પચ્ચીસેક હજાર ભૂખ્યાજનોના જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ વ્યારાના જૈન સંધ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રહેતા શ્રમિકો, આશ્રીતો, અને જરૂરિયાતમ્ંદોને રોજ બે ટંક સ્વાદિસ્ટ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ સાથે 550 જેટલી અનાજની કિટનું પણ જરૂરિયાત ધરાવતા કુટુંબોને વિતરણ કરાયું છે.

શ્રી મહાવીર જયંતિના પવન પર્વે પણ જૈન સંઘ દ્વારા અંદાજિત 150 કિલોગ્રામ શ્રીખંડનું પણ લાભાર્થી પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજ શ્રેસ્ઠિઓ, અગ્રણીઓ વિગેરે દ્વારા જૈન સમાજના સહયોગથી હાથ ધરાયેલ આ સેવાયજ્ઞ ને વધુ અસરકારક બનાવવા માટે જૈન સંઘ કટિબદ્ધ છે.

વ્યારા નગરમાં ડુંગરી ફળિયુ, મહાદેવ નગર, ફડકે નિવાસ, ખટાર ફળિયુ, પાનવાડી, મુસા, સ્ટેશન રોડ, શેલ્ટર હોમ, દક્ષિણાપાઠ વિદ્યાલય, ઔદિચ્ય વાળી, સિંગી, મગન દાહયાની ચાલ જેવા વિસ્તારોમા આ સેવા પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે.
–0—

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other