પીએમ આવાસ યોજના થકી લાભાર્થી સુમિત્રાબેનનું પાકા મકાનમાં રહેવાનું સ્વપ્ન થયું સાકાર
ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાન બનાવવા રૂ.૧.૨૦ હજારની સહાય આપી સરકાર આર્થિક રીતે મદદરૂપ બની છે
–
પાકા મકાનમાં રહેવાના અશકય સ્વપ્નને શક્ય બનાવવામાં માટે ગુજરાત સરકાર મને આર્થિક રીતે મદદરૂપ બની :-લાભાર્થી સુમિત્રાબેન ચૌધરી
–
હવે હું મારા પુરા પરિવાર સાથે પાકા ઘરમાં ખુશહાલ જીવન જીવું છું :-લાભાર્થી સુમિત્રાબેન ચૌધરી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૮ : તાપી જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવે છે. આદિવાસી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તેમજ સુવિધાઓથી વંચિત કુંટુંબોને ગરીબી રેખા ઉપર લાવવા, અને પાયાની સુવિધાઓ સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો, અને તેમને પગભર કરવાના શુભ આશય સાથે તથા સરકારશ્રીની તમામ યોજનાઓમાં સામેલ કરી યોજનાકિય લાભો આપવાના સરકારશ્રીના ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) ખુભ જ મહત્વકાંક્ષી યોજના અમલી બની રહી છે.
જેનો મુખ્ય આશય જે પરિવારો પાસે ઘર નથી, અથવા કાચા અને જર્જરિત મકાનમાં રહે છે, એવા પરિવારોને આવાસની સહાય આપવાનો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)નો લાભ લેનારા તાપી જિલ્લાના વ્યારા તલુકાના સાંકળી ગામે રહેતા સુમિત્રાબેન ચૌધરી, સરકારશ્રીનો આભાર વ્યકત કરતા જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ મને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ રૂ. ૧,૨૦,૦૦૦/- ની આર્થિક સહાય મળી છે. જેમાં મને એક લાખ વીસ હજાર રૂપિયા ૩ હપ્તામાં ચુકવવામાં આવ્યા હતા. પહેલો હપ્તો ત્રીસ હજારનો, બીજો હપ્તો એંસી હજાર, અને ત્રીજો હપ્તો દસ હજારનો મળ્યો હતો.
લાભાર્થી સુમિત્રાબેન ચૌધરી જણાવે છે કે મારા પતિના અવસાન બાદ, હું અને મારો દિકરો મારી માતાના કાચા લિપણ વાળા ઘરમાં રહેતા હતા. અમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. ચોમાસા દરમિયાન કાચી દિવાલો હોવાથી વરસાદનું પાણી ઘરમાં ભરાઇ જતુ, દિવાલો ભીની થઇ જતી, અને દિવાલો પડી જવાની ભીતી અમને હંમેશા રહેતી હતી.
મારી પણ ઇચ્છા હતી કે હું મારા પોતાના પાકા ઘરમાં રહું. પરંતુ પતિના અવસાન બાદ, પાકું ઘર બનાવવું મારા માટે અશક્ય હતું. પરંતુ પાકા મકાનમાં રહેવાના અમારા સ્વપ્નને શક્ય બનાવવામાં માટે ગુજરાત સરકારે મને આર્થિક રીતે કરી છે.
ગુજરાત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મને આવાસનો લાભ મળ્યો. સરકારશ્રી તરફથી મને જે રૂ. ૧ લાખ ૨૦ હજારની આર્થિક સહાય મળી, તેના થકી મેં સરસ મજાનું બે ગાળાનું પાકું મકાન બનાવ્યું છે.
પીએમ આવાસ યોજનાના સથવારે હવે મારી જેમ કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ પરિવારને મુશ્કેલી વેઠવી નહિ પડે.
હવે હું આ સુંદર અને પાકા મકાનમાં પરિવાર સાથે ખુશહાલ જીવન ગુજારુ છું. જેના માટે સરકારશ્રી અને જિલ્લા વહિવટી તંત્રનો હું મારા પરિવારના સભ્યો વતી ખુબ ખુબ આભાર માનું છું.
*અહેવાલ : સંગીતા ચૌધરી*
000000