તાપી જિલ્લાની ૧૦૮ ટીમની સરહાનીય કામગીરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના કાલવ્યારા ગામના 70 વર્ષના મધુભાઈ ચૌધરી અચાનક બેભાન થઈ ગયા,જેના માટે વ્યારા 108 ને કોલ મળ્યો અને વ્યારા 108ની ટીમ ઝડપથી દર્દી ના ઘર સુધી પહોંચી ગય અને ત્યાં જઈને જોયું તો મધુભાઈ બેભાન હતા, વધુ તપાસ કરતા જણાયું કે દર્દીના શ્વાસ અને રદયના ધબકારા બંધ જણાય, તો તરત જ તેમને CPR અને કૃત્રિમ શ્વાસ આપ્યા, ત્યાર બાદ એમ્બ્યુલન્સ મા લયને દર્દીનો air way નાકમાં નળી નાખી ખુલ્લો કર્યો ત્યારે દર્દી નું બીપી, શરીરમાં ઓક્સિઝન નું લેવલ, શ્વાસો શ્વાસ, રદયનાં ધબકારા નોર્મલ કરતા ખુબજ ઓછા આવતા હતા,ત્યાર બાદ દર્દીને ઓક્સિઝન આપ્યો, ઉપરી ડોક્ટર(ERCP)ની સલાહ મુજબ ઇમરજન્સી ઇન્જેક્શનો આપીને ઝડપથી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લાવવામાં આવ્યા ત્યારે દર્દીની હાલતમાં ખુબજ સુધારો આવ્યો હતો.
આ રીતે દર્દી જીવ બચી જતા દર્દીના સગા દ્વારા 108 ટીમના EMT અરવિંદ બારૈયા અને PILOT કમલેશ ચૌધરી ની સહાનીય કામગીરી માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.