સમગ્ર તાપી જિલ્લાના ગામોમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી
વાલોડ તાલુકાના કણજોડ ગામના તમામ ફળિયામાં ૧૦૦ ટકા નળ કનેકશન
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫: તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના માધ્યમથી એક નવા તંત્રના નિર્માણ સાથે, અસરકારક રીતે પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર તાપી જિલ્લાના ગામોમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત વાલોડ તાલુકામાં ભીમપોર પટેલ ફળિયું, ઝઘડિયા ફળીયું, ડુંગરી ફળીયું, નિશાળ ફળીયું અને ખોખરી ફળિયું આમ ૫ ફળિયા આવેલા છે. આ તમામ ફળિયામાં ૩૭૫ જેટલા ઘરો અને ગામમા ૧૪૩૮ની વસ્તી છે. જેના તમામ નાગરિકોને વાસ્મો દ્વારા નળ સે જળ યોજના હેઠળ પીવાના પાણીની લાઇનના નળ કનેકશન કરવામાં આવ્યા છે. જેથી ગ્રામજોનોની પીવાના પાણીની સમસ્યા દુર કરવામાં આવી છે.એમ તાલુકા વિકાસ અધિકારીશ્રી વાલોડ દ્વારા જણાવાયું છે.
નોંધનિય છે કે,તાપી જીલ્લાના કુલ.૨૧૨૪૮૯ ઘરો ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા “નલ સે જલ” યોજના હેઠળ વર્ષ- ૨૦૨૨ અંતિત ૧૦૦% નળ જોડાણના આપેલ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવેલ છે.
૦૦૦૦