શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ઓલપાડની સાયણ પ્રાથમિક શાળામાં મોકડ્રીલ યોજવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નિર્દેશિત ‘શાળા સલામતી સપ્તાહ’ ની ઉજવણીનાં ભાગરૂપે ભૂકંપ આપદા અને આગ લાગવાની આપદાનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. જેમાં 108 સેવાની ટીમ દ્વારા તથા સાયણ હોમગાર્ડ યુનિટ અને પોલીસ યુનિટનાં સભ્યો દ્વારા માર્ગદર્શન સાથે મોકડ્રીલની ભૂમિકા નિભાવવામાં આવી હતી. શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની બનેલી આપત્તિ વ્યવસ્થાપનની ટીમ દ્વારા રાહત-બચાવ કામગીરીની ભૂમિકા ભજવવામાં આવી હતી.
ગામનાં સરપંચ જીજ્ઞાસાબેન ઠક્કરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને સહુને સલામતીનાં પગલાં ભરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યકમને શાળાનાં આપત્તિ વ્યવસ્થાપન નોડલ ટીચર અનિલ એસ. રાઠોડે સ્ટાફગણનાં સહકારથી સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. એમ તાલકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.