તાપી જિલ્લાની ૬૪ જેટલી મોટી શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ અંતર્ગત ફાયર વિભાગ અને ૧૦૮ ટીમ દ્વારા ઇમરજન્સી સેવા અંગે જનજાગૃતી કાર્યક્રમો યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, તાપી) : તા.૩૦ તાપી જિલ્લામાં તા.૨૯ જાન્યુઆરી થી તા.૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી-વ્યારા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં પાંચ દિવસ દરમ્યાન અલગ અલગ પ્રવૃતિઓમાં પુર, વાવાઝોડુ, આગ,ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન શુ કરવુ અને શુ ન કરવુ?તે વિશે સમજણ આપવામાં આવનાર છે.

જેના ભાગરુપે આજે કલેક્ટરશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૬૪ જેટલી મોટી શાળાઓમાં ૧૦૮ની ટીમ અને ફાયર ટીમ દ્વારા મેગા ઇવેંન્ટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ તેમજ જે.કે.પેપરમીલ અને કાકરાપાર અણુમથક ની સેફટી ટીમ દ્વારા તેઓના પ્લાન્ટના નજીકની શાળાઓમાં જનજાગૃતિના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

શાળા સલામતી સપ્તાહના પ્રથમ દિવસે જિલ્લામાં આવેલ ૧૦૮ ઇમરજન્સી ટીમ દ્વારા વ્યારા તાલુકાની ડોલારા મુખ્ય શાળા, ડોલવણ તાલુકાની ધંતુરી પ્રાથમિક શાળા,વાલોડ તાલુકની કે.એલ પ્રાથમિક શાળા તથા નિઝર તાલુકાની કે.એલ પ્રાથમિક શાળામાં પ્રાથમિક સારવાર અંગેની પ્રામથિક માહિતી અને ડેમોસ્ટ્રેશન દ્વારા સમજ આપી કુલ ૧૭૦૦ બાળકો અને શિક્ષકોને હોનારત થાય ત્યારે અથવા કોઇ મેડીકલ તફલીફ થાય તેવા સમયે એમ્બ્યુલ્ન્સ આવે ત્યા સુધી શુ કરી શકાય તે બાબતે ખુબ સારી રીતે સમજણ પુરી પાડવામાં આવી હતી.

આ ઉપરાંત ફાયર વિભાગ વ્યારા નગરપાલિકા દ્વારા ચિખલી પ્રાથમિક શાળાના ૧૮૦ બાળકો,વાલીઓ,શિક્ષકોઓને તથા સોનગઢ નગરપાલિકા દ્વારા દશેરા કોલોની પ્રાથમિક શાળા તથા આદર્શ કુમારશાળાના કુલ ૬૩૦ બાળકો અને શિક્ષકોને અગ્નિશામક સાધનો દ્વારા ડેમોસ્ટ્રેશન કરી માહિતી પુરી પાડવામાં આવી હતી.તાપી જિલ્લામાં શાળા સલામતી કાર્યક્રમનું સંચાલન કલેકટર કચેરી, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી કરન ગામીત દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other