શહીદ દિન નિમિત્તે તાપી જિલ્લા સેવા સદન ખાતે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું
Contact News Publisher
અધિક નિવાસી કલેક્ટરશ્રી સહિત વહીવટી તંત્ર તથા પંચાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહી શહીદ વીરોને શ્રધ્ધાંજલિ પાઠવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા-તાપી) : ૩૦: ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તથા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનને દર વર્ષે ૩૦મી જાન્યુઆરીએ ‘શહીદ દિન’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
જે અંતર્ગત તાપી જિલ્લામાં આજે સવારે ૧૧.૦૦ વાગે સાયરન વગાડી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા અધિક નિવાસી કલેક્ટરશ્રી સહિત વહીવટી તંત્ર તથા પંચાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
૦૦૦૦૦