આવતીકાલે શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે સમગ્ર તાપી જિલ્લામાં બે મિનિટ મૌન પાળવામાં આવશે
સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા બે મિનિટ પૂરતી ગતીવિધી બંધ રાખી મૌન પાળવા તાપી જિલ્લા તંત્રનો અનુરોધ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા-તાપી) : ૨૯: ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪, મંગળવારના રોજ શહીદ દિનની ઉજવણી સમગ્ર રાજ્યમાં થનાર છે.
જેના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લામાં આજે તા.૩૦-૦૧-૨૦૨૪, સવારે ૧૧.૦૦ વાગે સાયરન વગાડી બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા અને શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને બે મિનિટ પૂરતી બંધ રાખી મૌન પાળવામાં આવશે.
જે અન્વયે તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત સૌ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્વારા સવારે ૧૧.૦૦ વાગે બે મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે એમ નિવાસી અધિક કલેકટરની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦