શિશુ ગુર્જરી/વિદ્યા ગુર્જરી શાળામાં ગણતંત્ર દિવસની ઊજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા. 26/01/24 ને શુક્રવારના રોજ 75 માં ગણતંત્ર દિવસની ઊજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ધ્વજપ્રમુખ તરીકે સંસ્થાના ખજાનચી માન.શ્રી. ડાહ્યાભાઈ પટેલ ઉપસ્થિત થયા તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.પ્રસંગોચિત ઉદ્દબોધન કરી બાળકોને દેશની આઝાદી વિશે માહીતી આપી અને ગણતંત્ર દિવસની સૌને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી માન.શ્રી દિનેશભાઈ ભટ્ટે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરી.
શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના ભૂલકાઓ વ્યાસ યેશા જય, ગામીત ઈવા રાજેશભાઈ, ગામીત સેલ્વી મનીષભાઈ અને ગામીત માહી રાકેશભાઈ આ પ્રસંગે દેશભક્તિ ગીત પર કૃતિ રજુ કરી.આ સાથે વિદ્યા ગુર્જરીની ધોરણ-8 ની વિદ્યાર્થીની ભૂમિ ગામીતે દેશભકિત ગીત રજૂ કર્યુ અને દેશભક્તિ ગીતના સૂરથી શાળાનું વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ધોરણ-9ની વિધાર્થીની નિધિ ગામીતે પોતાનું વકતવ્ય આપ્યુ. શાળાના શિક્ષિકા કુંજનબેન ગામીતે દેશના સંવિધાન વિશે અને આજની ગણતંત્ર થીમ “નારી શકિત “ વિશે માહિતી આપી.
શાળાના આચાર્યશ્રીએ ભારતમાતા કી જય અને વંદે માતરમના જેવા નારા બોલાવી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું અને શહિદો ને યાદ કરી મીઠું મોં કરી કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો.