ખેલ મહાકુંભ-૨.૦ તાપી જિલ્લા કક્ષા A-17 ભાઈઓ ડબલ્સ બેડમીન્ટન માં અર્પિત અને નિતેશ જોડી પ્રથમ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫- ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત આજ રોજ તાપી જિલ્લા કક્ષાની એબોવ -૧૭ બેડમીન્ટન ડબલ્સ ભાઈઓની સ્પર્ધા શ્રી ખુ.મા.ગાંધી પ્રાથમીક શાળાના બેડમીન્ટન હોલ ખાતે યોજાઇ હતી. જેમાં તાપી જિલ્લામાંથી અંદાજીત ૧૬ જેટલા ભાઈઓની જોડી, કુલ ૩૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં તાપી જિલ્લા માહિતી કચેરીમાં ફોટોગ્રાફર તરીકે સેવા આપતા અર્પિત એમ.ગામીત અને નિતેશ ગામીતની જોડીએ ફાઈનલ મેચમાં શાનદાર કૌશલ્યનું પ્રદર્શન કરી ફાઈનલ મેચ જીતી તાપી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. જ્યારે હેમાંગ ચૌધરી અને પ્રણવ ચૌધરીએ કાંટેકી ટક્કર આપી રનર્સ અપ જાહેર થયા હતા. ખેલદિલી પૂર્વક રમાયેલ આ મેચમાં વ્યારા નગરજનો સહિત ખેલાડીઓએ રમતવીરોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. જીલ્લા વહીવટી તંત્ર સહિત રમતગમત વિભાગે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રથમ નંબરે આવેલ તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.
૦૦૦૦૦૦૦૦૦
