ખેતરોમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારા નાઓ દ્રારા તાપી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ થતા અટકાવવા તથા આવા ગુનાઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારા નાઓએ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પોલીસ નાઓની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ તા-૨૨/૦૧/૨૦૨૪ ના રોજ સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય અને મૌજે હિંદલા-ચીમેર રોડ ઉપરથી પસાર થઈ રહેલ હોય તે દરમ્યાન એક ઇસમ પોતાના કબ્જાની મો.સા. લઈને શંકાસ્પદ રીતે લઇ આવતો હોય જેને અટકાવી તેના મો.સા. ઉપર મુકેલ પાણીની મોટર પંપ નંગ-૦ર બાબતે પુછપરછ કરતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નહી જેથી CrPC કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબજે કરી CrPC કલમ ૪૧(૧)(ડી) મુજબ સદર ઇસમની અટક કરેલ હતી બાદમાં, સોનગઢ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૪૦૧૩૯/૨૦૨૪ IPC કલમ ૩૭૯ મુજબના ગુનાના ફરીયાદી દ્રારા ખાત્રી કરતા તેઓ ચોરીમાં ગયેલ તેમની પાણીની મોટરો ઓળખી બતાવતા હોય તથા તેમની પાણીની મોટરોના યોગ્ય આધાર પુરાવા રજુ કરતા હોય અને અટક કરેલ ઇસમ વનતિયાભાઇ આવસીયાભાઇ ગામીત નાઓને વિશ્વાસમાં લઈ પુછપરછ કરતા પોતે ઉપરોક્ત પાણીની મોટરોની ચોરી કરેલ હોવાનું કબુલાત કરતા હોય જેથી તેને સદર ગુનાના કામે અટક કરેલ છે. આમ સોનગઢ પો.સ્ટે.ના ખેતર વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયેલ છે. તથા ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. તથા ગુનાની આગળની તપાસ ASI રૂમશીભાઇ નાનીયાભાઇ બ.નં-૩૦૦ સોનગઢ પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.
અટક કરેલ આરોપી :-
વનતિયાભાઇ આવસીયાભાઇ ગામીત, રહે-વાંઝાફળી, નીચલું ફળીયું, તા-સોનગઢ, જી-તાપી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ટીમ:-
1. PI વાય.એસ.શીરસાઠ, સોનગઢ પો.સ્ટે.
2. UHC સંદિપભાઇ હિરાલાલભાઈ બ.નં-૩૩૨
3. UHC અનિલકુમાર રામચંદ્રભાઈ બ.નં-૬૬૦
4. UPC ગોપાલકુમાર કાળુભાઇ બ.નં-૭૪૧
5. UPC રાજીશભાઇ ગોપાળભાઇ બ.નં-૯૦૮