આજે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સોનગઢ મુકામે બાંધવામાં આવેલ નવિન એસ.ટી.બસ સ્ટેશન તથા ૫૧ નવિન બસોનો લોકાર્પણ સમારોહ યોજાશે

Contact News Publisher

૨૪૯૮૯.૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલ સોનગઢ બસ સ્ટેન્ડ ૫ પ્લેટફોર્મ, વેઇટીંગ એરિયા, કેન્ટીન, સ્ટોલ, બેબી ફીડીંગ રૂમ, શૌચાલય સહિત વિવિધ સુવિધાથી સંપન્ન છે.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને વિભાગીય નિયામક એસ.ટી. બસ સ્ટેશન, સોનગઢ દ્વારા સોનગઢ ખાતે રૂપિયા ૩૭૪.૦૯ લાખના ખર્ચે બાંધવામાં આવેલ નવિન એસ.ટી. બસ સ્ટેશન તથા ૫૧ નવિન બસોનો લોકાર્પણ સમારોહ રાજ્યકક્ષા રમત ગમત, યુવક સેવા, સાંકૃતિક વિભાગ અને વાહનવ્યવહારના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને આજે તા. ૨૦/૦૧/૨૦૨૪, શનિવારના રોજ સવારે ૦૯.૩૦ કલાકે એસ.ટી.બસ સ્ટેન્ડ સોનગઢ ખાતે યોજાશે.

આ પ્રસંગે બારડોલી સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા સહિત જિલ્લાના મહાનુભાવોશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.

નોંધનિય છે કે,રાજ્ય સરકારશ્રી તરફથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને નવિન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલ સહાય દ્વારા સુરત એસ.ટી.વિભાગના સોનગઢ મુકામે જુના અને જર્જરીત બસ સ્ટેશનને ડીમોલીશન કરીને બાંધવામાં નવ નિર્મિત બસ સ્ટેન્ડનું બાધકામ કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ તાલુકાના મુખ્ય મથકે કુલ-૨૪૯૮૯.૦૦ ચો.મી. વિસ્તારમાં અંદાજિત રૂપિયા ૩૭૪.૦૯ લાખના ખર્ચે નવિન બસ સ્ટેન્ડનું બાંધકામ કરવામાં આવ્યું છે. આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા નવિન બસ સ્ટેશનમાં મુસાફરોને ધ્યાને લઇ વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે.

આ બસ સ્ટેન્ડમાં ૮૯૭.૯૮ ચો.મી બસ સ્ટેન્ડનું બાંધકામ વિસ્તાર છે.જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૫ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, ટ્રાફીક કંટ્રોલર, સ્ટેન્ડ ઈન્ચાર્જ ઓફીસ, એ.ટી.એસ. ઓફીસ, એ.ટી.આઈ. ઓફીસ, પાસ રૂમ, કિચનની સુવિધા સહિત કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, ઈલેકટ્રીક રૂમ, વિવિધ સ્ટોલ, એટેચ્ડ ટોઈલેટ સહિત ડ્રાઈવર કંડકટર રેસ્ટ રૂમ, બેબી ફીડીંગ રૂમ, મુસાફર જનતા માટે યુરીનલ, શૌચાલયની સુવિધા, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પની સુવિધા અને પ્રથમ માળ ઉપર રેસ્ટ હાઉસ, ઈલેકટ્રીક રૂમ, બુકીંગ રૂમ, કેશ રૂમ, ચાર્જીંગ રૂમ, ડોરમેટરી, ટોઈલેટ બ્લોકની સુવિધા ઉપલબ્ધ છે. જે તાપી જિલ્લાની જાહેર જનતાની સુવિધામાં વધારો કરશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તાપી જિલ્લા વહિવટી તંત્ર તથા ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને વિભાગીય નિયામક એસ.ટી. બસ સ્ટેશન, સોનગઢ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other