માઁ શિવદૂતી સ્કૂલ, વ્યારામાં માર્ગ સલામતી-૨૦૨૪નો કાર્યક્રમ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નહેરુ યુવા કેન્દ્ર સુરત(તાપી) યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,ભારત સરકાર તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO),વ્યારા, જિ.તાપી માર્ગ સલામતી મહિનો-૨૦૨૪ અંતર્ગત રોડ સેફટી વીકનો કાર્યક્રમ મા શિવદૂતી સાયન્સ સ્કૂલ,વ્યારામાં યોજાયો. આ કાર્યક્રમમાં RTO વ્યારા (તાપી)નાં અધિકારી શ્રી એન.બી.ભોજાણી સાહેબ તથા શ્રી એન.પી.ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, દર વર્ષે માર્ગ સલામતી કાર્યક્રમ અઠવાડિયા માટે યોજાતો હતો. જે આ વર્ષે તા. ૧૫/૦૧/૨૦૨૪ થી ૧૪/૦૨/૨૦૨૪ સુધી માર્ગ સલામતી મહિનો ઉજવવામાં આવશે એવુ જણાવ્યું હતુ.માર્ગ સલામતી કાર્યક્રમમાં “સડક સુરક્ષા–જીવન રક્ષા” સૂત્રનો અર્થ વિદ્યાર્થીઓને સમજાવી તથા રોડ સેફટી ઘણી બધી માહિતી આપી હતી.ચતફ ઇન્સ્પેટરશ્રી ભોજાણી સાહેબે કાર્યક્રમમાં હાજર રહેલ દરેક પાસે રોડ સેફટીના નિયમોનું પાલન પોતે કરવા અને બીજાને પણ તેની માહિતી આપવાના શપથ લેવડાવ્યા હતા.વિદ્યાર્થીઓ દ્વારા રોડ સેફટી અંગેના સૂત્રોચાર સાથે રોડ સેફટી જાગૃતિ અંગેની રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળા ચેરમેનશ્રી અજયસિંહ રાજપુત, ટ્રસ્ટીશ્રી જયેશભાઈ પારેખે કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,અંતે આચાર્યશ્રી પિયુષભાઈ ભારતીએ આભારવિધિ કરી હતી.