ડાંગ જિલ્લા ઉત્તર વન વિભાગ દ્વારા ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા હાથ ધરાઇ
વન કર્મીઓએ કનર્શર્યા ગઢ અને પંપા સરોવર ખાતે સાફ સફાઇ હાથ ધરી
–
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : તા: ૧૧: રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગામી એક વર્ષમાં ગુજરાતના તમામ ગામડાઓમાં સ્વચ્છતા સંદર્ભે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સાથે સમાંતર નિર્મળ ગુજરાત ૨.૦ મિશન સ્વચ્છ પરિવાર- સમાજ – રાજ્ય નો મંત્ર સાકાર કરવાનું અભિયાન આદર્યું છે.
મુખ્યમંત્રીશ્રીના રાજ્યવ્યાપી સફાઇ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા ઉત્તર વન વિભાગ દ્વારા ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીના માર્ગદર્શન હેઠળ સુબિર રેંજના આર.એફ.ઓશ્રી અમિતભાઇ તેમજ તેઓની ટીમ દ્વારા સુબિર વિસ્તારના વન વિભાગમા આવેલ ધાર્મીક સ્થળોની સાફ સફાઇ હાથ ધરવામા આવી હતી.
વન કર્મીઓએ સુબિરના ધાર્મિક સ્થળ કનર્શયા ગઢ તેમજ પંપા સરોવરના પરીસરમા પ્લાસ્ટીક, કચરા વિગેરે દુર કરી આ ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવ્યા હતા. ધાર્મિક સ્થળો તેમજ જંગલ વિસ્તારમા આવતા પ્રવાસીઓને કચરો નહી ફેંકવા વન વિભાગ દ્વારા અપીલ કરવામા આવી છે.
–