દિકરી અને વ્યસની પિતાનું સમાધાન કરાવતી 181 ટિમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે પીડિત બહેને ફોન કરી જણાવ્યું કે માર પિતા વ્યસન કરે છે અને વ્યસન કરી અવારનવાર મને અને મારી માતાને હેરાન કરે છે. ફોન આવતા તેમના મદદ માટે 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિત બહેન સાથે વાતચીત કરતા જણાવેલ કે તેમના પિતા ઘર જમાઈ આવેલ છે. ખેતીકામ કરે છે. અને તેમની માતા મજુરી કામ કરી છોકરાઓને અભ્યાસ કરાવે છે. તેમના પિતા ખેતી કામ કરે છે. પરંતુ ઘર ચલાવવા માટે મદદ કરતા નથી. અને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખે છે. અને મોબાઈલ પર વાતચીત કરે છે. અને દરરોજ વ્યસન કરીને આવીને અપશબ્દ બોલી વારંવાર ગાળાગાળી કરી કરી લડાઈ ઝઘડો કરે છે અને મારપીટ કરવાની ધમકી આપે છે અને છોકરાઓને અભ્યાસ માટે પૈસા આપતા નથી. આ બાબતે તેમની દીકરીએ તેમના પિતાને સમજાવવા માટે 181ની મદદ લીધી હતી. જેથી બંને પક્ષોનું અસરકારક કાઉન્સિલિંગ કરી પીડિત બેન ના પિતાએ બાંહેધરી આપેલ કે હવે પછી હું પોતે કામ ધંધો કરી મારી પત્ની અને દિકરીને ઘર ચલાવવામાં મદદ કરીશ અને મારી પત્ની અને છોકરાઓનુ ધ્યાન રાખી લડાઈ ઝઘડો કરીશ નહીં અને મારપીટ કરવાની ઘમકી આપીશ નહી. જેથી પિડીત બેને તેમના પિતાને સુધરવાની એક તક આપી હતી. જેથી બંને પત્ની દિકરી અને પિતા સાથે સુખદ નિરાકરણ કરવામાં આવતા તેથી દિકરી એ 181 નો આભાર માન્યો હતો.