દીપ દર્શન શાળા આહવાને યંગ સાયન્સ લીડર સ્પર્ધામા બેસ્ટ પાર્ટીસીપેટિંગ સ્કુલનો એવોર્ડ એનાયત કરાયો

Contact News Publisher

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 2: ગત મહિનામા તારીખ ૧૮ અને ૧૯ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ “એલ. & ટી. પબ્લિક ચેરીટેબલ ટ્ર્સ્ટ, નાયક ચેરીટેબલ ટ્ર્સ્ટ અને અગત્સ્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી નવસારી”ના સંયુકત ઉપક્રમે આયોજીત યંગ સાયન્સ લીડર સ્પર્ધા કે.વી.એસ. હાઈસ્કૂલ ખારેલ ખાતે યોજાઈ હતી.

આ સ્પર્ધામાં ડાંગ, નવસારી અને સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીદ્યો હતો. સ્પર્ધામા ડાંગ જિલ્લાની કુલ ૫૩ કૃતિઓ રજુ કરાઇ હતી. જેમાંથી પ્રાથમિક વિભાગની ૩૫ અને માધ્યમિક વિભાગની ૧૮ કૃતોઓ રજુ કરવામા આવી હતી.

આ સ્પર્ધામાં દીપદર્શન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ કુલ ૮ કૃતિઓ રજુ કરી હતી. જેમાં ડાંગ જિલ્લાનાં માધ્યમિક વિભાગમાં દીપદર્શન માધ્યમિક શાળા આહવાની કૃતિ “રીયુઝ ઓફ પ્લાસ્ટિક” માટે તૃતીય ક્રમે પસંદગી પામી હતી, જેને શાળાની વિધ્યાર્થીનીઓ પટેલ પ્રિયાંશીબેન અને ભોયે હેનીબેન દ્વારા રજુ કર્યો હતો. આ સ્પર્ધા ઉત્કૃષ્ટ દેખાવ બદલ દીપદર્શન માધ્યમિક શાળાને “BEST PARTICIPATING SCHOOL” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

યંગ સાયન્સ લીડર સ્પર્ધા – ૨૦૨૩મા ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મહેશ પટેલના હસ્તે તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીનીઓને રૂ.૨૦૦૦નો ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

દીપ દર્શન શાળા આહવાને “BEST PARTICIPATING SCHOOL” એવોર્ડ મળતા શાળાના આચાર્ય સિ. સુહાસિની પરમાર, બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other