વ્યારા કાનપુરા પ્રા.શા. (ખટાર ફળિયું) ખાતે ૩૦ ડિસેમ્બરે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૧૩ વિભાગની ૫૬ જેટલી વિવિધ સેવાઓ માટે ૫૬ જેટલા ગામોની જાહેર જનતાને લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯- રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેથી વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની બાબતે રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણેલ છે અને તે ધ્યાને લઈ રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ તાલુકા કક્ષાએ “સેવાસેતુ કાર્યક્રમ” યોજવા નક્કી કરવામાં આવેલ છે.
કાનપુરા ક્લસ્ટરમાં સમાવિષ્ઠ ગામો કરંજવેલ, કપડવણ,કાટકુઈ, રૂપવાડા, શાહપુર, છીરમા, ખાનપુર, છીડીંયા, વેલ્ધા, ડોલારા, પેરવડ, રાણીઆંબા, ઢોંગીઆંબા, વડપાડા, છેવડી, ચીચબરડી, નાનાસાત શીલા, બીરબરા, મીરપુર,વાલોઠા, લખાલી, ખુરદી, ઝાંખરી, ભુરીવેલ,ઢોંલીઉમર, ધાટ, કાંજણ, રામકુવા, બામણામાળ નજીક, સરૈયા, ચીખલદા, મદાવ, જેતવાડી, મુસા, વાઘઝરી, કસવાવ, ઉમરકુઈ, કપુરા, માલોઠા, કેળકુઈ, ઘેરીયાવાવ, અંધારવાડી નજીક, પાનવાડી, ભાટપુર, મેઘપુર, આરકુંડ, સાંકળી, બાલપુર, વાંદરદેવી, મગરકુઈ, ભોજપુર નજીક, દડકવાણ, જેસીંગપુરા, ખુટાડીયા, આંબીયા ,કાનપુરા ગામોનો સમાવેશ થાય છે.
સેવાસેતુના કાર્યક્રમ મુજબ વ્યારા તાલુકામાં નવમા તબક્કાનો વિગતવાર કાર્યક્રમ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ પ્રાથમિક શાળા કાનપુરા (ખટાર ફળિયુ)ખાતે સવારે ૯-૦૦ થી સાંજે ૫-૦૦ દરમ્યાન નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં (૧) સામાન્ય વહીવટ વિભાગ, (૨) અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, (૩) આદિજાતી વિકાસ વિભાગ, (૪) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, (૫) ઉર્જા અને પેટ્રોકેમિક્લ્સ વિભાગ, (૬) નાણાં વિભાગ, (૭) બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, (૮) મહેસુલ વિભાગ, (૯) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, (૧૦) પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, (૧૧) ઉદ્યોગ અને ખાણ વિભાગ, (૧૨) મહિલા અને બાળ વિકાસ વિભાગ અને (૧૩) શ્રમ અને રોજગાર વિભાગ એમ કુલ ૧૩ વિભાગની ૫૬ જેટલી વિવિધ સેવાઓનો લાભ ૫૬ જેટલા ગામોની જાહેર જનતાને લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦૦૦૦૦