બાજીપુરા મીંઢોળા નદી પર નવા પુલના નિર્માણ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

સુરત ધુલિયા રોડ ઉપર વાહનોના ડાયવર્ઝન અંગેનું જાહેરનામું

કુંભારવાડા કોઝ-વે પર વાહનોની અવર-જવર ન થાય તે માટે આડશ મૂકવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૨ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે મીંઢોળા નદી ઉપર પુલ જર્જરીત અને જૂનો થઈ ગયો હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સુરત ધુલીયા રોડ ઉપર મીંઢોળા નદી ઉપર પુલ જૂનો અને જર્જરીત હોવાથી સૌ પ્રથમ તેના ઉપરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, આ રસ્તા પરના બ્રિજને તોડીને તેના સ્થાને નવા બ્રિજના કામનું ટેન્ડર મંજૂર થતાં નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી બ્રિજ પરથી પસાર થતા ટ્રાફિક વાહનોની અવર-જવર બંધ કરવામાં આવે છે.
આ નવા બ્રિજની કામ માટેની સમય મર્યાદા ૧૮ માસની છે. જેથી આ રસ્તા પરથી પસાર થતા ટ્રાફિક વાહનોની અવર-જવર તા.૧૦.૧૨.૨૦૨૩થી ૦૯.૦૬.૨૦૨૫ સુધી એટલે કે ૧૮ માસની સુધી બંધ રાખવા બાબતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગણી કરવામાં આવી હતી.

જે બાબતને ધ્યાને લઇ ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી સાગર.કે. મોવલીયા દ્વારા હુકમ કરી સુરત ધુલિયા રોડ પર આવેલ મીંઢોળા નદી ઉપર વાહનો પસાર થઈ શકશે નહીં, ટ્રાફિક/વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્દ કરવામાં આવ્યું છે.

જેમાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ તરીકે બાજીપુરા સુમુલ ડેરી સોનગઢ સુરત વ્યારા તરફ જવા માટે ઉપયોગ કરવો તથા સુરત સુમુલ ડેરી બાજીપુરા વાલોડ તરફ જવા બાજીપુરા ગામ કુંભારવાડા તરફથી બજાર તરફ કોઝવે પર ટુ વ્હીલ અને ફોરવીલ વાહનોની અવર-જવર ન કરે તે માટે આડસ ઊભી કરવા અને પોલીસ બંદોબસ્ત પુરી પાડવામાં આવી છે. આ જાહેરનામું આગામી ૧૭.૦૨.૨૦૨૪ સુધી અમલમાં રહશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *