તાપી જીલ્લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ હેઠળનું જાહેરનામું જારી કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા; 3; સમગ્ર ગુજરાત રાજય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ફેલાયેલ છે કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી ઘ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ (COVID-19)ને ફેલાતો અટકાવવા માટે વિવિઘ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

ભારત સરકારશ્રીનાં ગૃહ મંત્રાલયના દ્વારા સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ સુઘી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે ગુજરાત સરકારશ્રીનાં ગૃહ વિભાગનાં જાહેરનામાથી ભારત સરકારશ્રીનાં ગૃહ વિભાગના તા.૨૪/૦૩/૨૦૨૦ના હુકમથી આ૫વામાં આવેલ માર્ગદર્શક સુચનાઓનું અમલ કરવાનું જણાવવામાં આવેલ છે. લોકડાઉન દરમ્યાન જે લોકો પોતાના ઘંઘા-રોજગારનું સ્થળ છોડી પોતાના વતન તરફ જઇ સોસ્યલ ડિસ્ટન્સની અમલવારી ન કરી લોકડાઉનનો ભંગ કરતા હોઇ વર્તમાન સ્થિતિને ઘ્યાને લઇ એક હુકમથી જરૂરી ૫ગલા લેવા જણાવેલ છે.

જેને અનુલક્ષીને તાપી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અન્વયે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. જે મુજબ,

(૧) તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારી/વાણિજય સંસ્થા/દુકાનો, કોન્ટ્રાકટરોએ તેમના તમામ પ્રકારનાં કામદારોને લોકડાઉનના સમય દરમ્યાન તેમજ ઉદ્યોગો, વ્યાપારી/વાણિજય સંસ્થા/દુકાનો બંઘ રહયા હોય તો ૫ણ કામના સ્થળે નિયત મહેનતાણુ, નિયત થયેલ તારીખે જ કોઇ૫ણ પ્રકારનાં કપાત વગર પુરેપુરૂ ચુકવવાનું રહેશે.
(૨) કામદારો/શ્રમિકો, સ્થળાંતર થતા લોકો સહિત જે ભાડાથી રહે છે તેમનાં રહેણાંક મકાનના માલિકોએ એક મહિના સુઘી ભાડુ માંગવાનું રહેશે નહી.
(૩) જો કોઇ મકાન માલીક તેમનાં મકાનમાંથી ભાડે રહેતા શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની માલિકીની જગ્યા છોડવાનું કહેશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ અનુસાર ૫ગલા લેવામાં આવશે.
(૪) કોઇ ૫ણ ઉદ્યોગો, વ્યાપારી/વાણિજય સંસ્થા/દુકાનો ,કોન્ટ્રાકટરો તેમનાં શ્રમિકોને બળજબરી પુર્વક કામના/રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકશે નહી.
(૫) આ પ્રકારે શ્રમિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા તેઓ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળનાં માલિકે કરવાની રહેશે.

આ હુકમની અમલવારી તા.૦૨/૦૪/૨૦૨૦ના ક.૦૦.૦૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ના ક.૨૪.૦૦. સુધી કરવાની રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવતી તમામ સુચનાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે. વધુમાં આ જાહેરનામાના કોઇ૫ણ ખંડનો ભંગ કરનાર વ્યકિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-
૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સહિંતાની કલમ ૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના
ભંગ કરનાર ઇસમો વિરૂઘ્ઘ ફરીયાદ દાખલ કરવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ
અઘિકારીશ્રીઓને અઘિકૃત કરવામાં આવ્યા છે. વઘુમાં જાહેરનામાના મુદ્દા નં.૧ માટે મદદનીશ શ્રમ આયુકતશ્રી તેમજ
સરકારી શ્રમ અઘિકારીશ્રી, ઉદ્યોગને ૫ણ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત વિરૂઘ્ઘ ફરીયાદ દાખલ કરવા અઘિકૃત
કરવામાં આવ્યા છે. જેની સંબંધીતોને નોંધ લેવા જણાવાયું છે.
–0–

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *