તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આમલીપાડાના ખેડૂતની સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરાયું
વિભાગીય અધિકારીઓની સક્રિય કામગીરી પ્રશંસાપાત્ર
–
પી.એમ.કિસાન યોજના હેઠળની સહાય ન મળવા બાબતની રજુઆતની જાણ તાપી જિલ્લા ખેતીવાડી વિભાગને થતા તાત્કાલિક ધોરણે ખેડૂત ખાતેદારની E-KYC કરી આપવામાં આવી
–
અરજદારના બેંક ખતાની E-KYC બાકી હોવાના કારણે સહાય જમા થયેલ ન હતી જે E-KYC થયા બાદ બાકી સહાયની રકમ ભારત સરકારશ્રી દ્વારા એમના બેંક ખાતામાં DBT માધ્યમથી જમા કરવામાં આવશે
–
તમામ પી.એમ.કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થીઓને E-Kyc કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા ૨૨ તાપીના સોનગઢ તાલુકાના આમલીપાડા, ખેડૂત ખાતેદારશ્રી ચનિયાભાઈ હોલીયાભાઈ ગામીતની ખેતીવાડી શાખામાં પી.એમ.કિસાન યોજના હેઠળની સહાય ન મળવા બાબતની રજુઆતની જાણ થતા તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા PM-KISAN પોર્ટલ પર ખેડૂત ખાતેદારની ઓનલાઇન સ્ટેટસની ચકાસણી કરતાં તેઓના બેંક ખાતામાં ગત તા.૨૭/૦૭/૨૦૨૩ના રોજ ૧૪માં હપ્તાની સહાયની રકમ જમા થયેલ હતી. પરંતુ માત્ર છેલ્લો ૧૫મો હપ્તો અરજદારના બેંક ખતાના E-KYC બાકી હોવાના કારણે જમા થયેલ ન હતો.
તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ઇ-કેવાયસી કરીને આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જે બાદ ખેડૂત ખાતેદારના ખાતામાં ૧૫ માં હપ્તાની સહાય અને આગામી હપ્તાની સહાયની રકમ ભારત સરકારશ્રી દ્વારા ખાતેદારના બેંક ખાતામાં DBT માધ્યમથી જમા કરવામાં આવશે. એમ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતને આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
તમામ પી.એમ.કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થીઓને E-KYC કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
0000000000000