સુરત રેલ્વે સ્ટેશને ખેંચ આવતા પડી જતા અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત : મરનારના વાલી વારસો મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવી : લાશને પાંચ દિવસ સુધી કોલ્ડ રૂમમાં રખાઈ છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 219/2023. સી.આર.પીસી. કલમ 174 મુજબ મરનાર એક અજાણ્યો હિંદુ પુરુષ ઉ.વ.આ. 35નો તા. 30/11/2023 ના રોજ સાંજના 07:20ના સમય દરમિયાન સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3 ઉપર ખેંચ આવતા પડી જતા બેભાન થઈ ગયો હતો, જેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે મોકલતા સુરત સ્મીમેર હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. જેનું તા. 02/12/23ના રોજ સાંજે 6:45 વાગ્યે સારવાર દરમિયાન મરણ પામેલ છે. જે મરનારના કોઈ વાલી વારસો મળેલ આવેલ નથી. મરનારની લાશને પી.એમ. બાદ પાંચ દિવસ સુધી સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામા આવી છે. મરનારના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
લાશનું વર્ણન – મરનાર એક અજાણ્યો હિંદુ પુરુષ, ઉં.વ. 35ના આશરાનો, મધ્યમ બાંધો, શ્યામ વર્ણનો, ઊંચાઈ 5×2”નો જેણે અંગમા બ્લ્યુ જાકેટ તેની નીચે કથ્થઈ કલરનું લાઈનીંગ વાળુ શર્ટ તથા ક્રિમ કલરનું કાળી ચોકડી વાળુ પેન્ટ પહેરેલ છે. જેના જમણા હાથે કલાઈમાં “સુનિલ કમલી” નામનું છૂંદણું છે.