ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભાવભીનું સ્વાગત

સમગ્ર શિક્ષા સ્ટેટ કચેરી ગાંધીનગર, નાબાર્ડ અંતર્ગત ૬૬.૭૦ લાખના ખર્ચે પદમડુંગરી પ્રાથમિક શાળાના 5 નવીન ઓરડાઓ સહિત નવનિર્મિત શાળાનું ઉદ્ધાટન કરતા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી

પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકિય લાભો અર્પણ કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.20: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, તાપી જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. તાપી જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહ્યા છે.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહીત ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ સાથે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના વરદ હસ્તે સમગ્ર શિક્ષા સ્ટેટ કચેરી ગાંધીનગર, નાબાર્ડ અંતર્ગત ૬૬.૭૦ લાખના ખર્ચે પદમડુંગરી પ્રાથમિક શાળાના 5 નવીન ઓરડાઓ સહિત નવનિર્મિત શાળાનું ઉદ્ધાટન કરાયું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની ખુબ સમસ્યા હતી જેને વર્તમાન સરકારે સમજી છે અને ડિજિટલ ઇન્ડિયાની મુહિમ અંતર્ગત ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા થકી સૌથી વધારે કુલ 112 મોબાઈલ નેટવર્કના ટાવર સ્થાપવાની શરૂઆત તાપી જિલ્લાના પદમડુંગરી ગામથી થઇ હતી.

આજે ‘સૌ ભણે સૌ આગળ વધે’ના હેતુથી આદિવાસી બાળકો ભણીગણીને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બને તેવા હેતુંથી પદમડુંગરી ગામની પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે આ ગામના બાળકો પ્રગતિના પંથે આગળ વધે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અંતે તેમણે સામાન્ય થી સામાન્ય નાગરિકને સરકારશ્રીની યોજનાનો લાભ મળે તેના માટે સૌએ જાગૃત બનવું પડશે એમ એનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. સોઈલ હેલ્થ કાર્ડ અને ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવનું નિદર્શનન કરાયું હતું.

પદમડુંગરી ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત, ગરબો તથા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.

કાર્યક્રમમાં ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત પોષણ અભિયાન, આયુષ્માન કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાત સૌની સમક્ષ પ્રસ્તુત કરી હતી. આ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મહિલાએ સૌને દવા વગરની અને ઝીરો બજેટ ખેતી તરફ વળવા પ્રેરીત કર્યા હતા.

મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં ડોલવણ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other