ડોલવણ તાલુકાના ચુનાવાડી અને હલમુંડી ગામે વિકસિત ભારત સંકલ્પ રથને ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્વક આવકાર
ડોલવણ તાલુકો: વિકસિત ભારત સંકલ્પ યાત્રા
–
ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના હસ્તે વિવિધ યોજનાના લાભો વિતરણ કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૧૯ તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે ત્યારે આજે આ યાત્રા ડોલવણ તાલુકાના ચુનાવાડી અને હલમુંડી ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અનુલક્ષી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે વિગતે જાણકારી આપી ગ્રામજનોને યોજનાઓના લાભો લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના હસ્તે ODF + model નું અભિનંદન પત્ર ચુનાવાડીના સરપંચ શ્રીમતી છાયાબેન કૌશિકભાઈ ચૌધરીને આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. ડ્રોન થી દવા છંટકાવનું લાઇવ નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ મેરી કહાની, મેરી ઝુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળવાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી.
આ તકે ગ્રામજનોએ કાર્યક્રમના માધ્યમથી આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પનો લાભ લીધો હતો. ગ્રામજનોને નુકકડ નાટકના માધ્યમથી પર્યાવરણના રક્ષણ માટે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થઈ શપથ ગ્રહણ કર્યા હતા. ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું બની હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ખેત અને સિંચાઇ વિભાગના અધ્યક્ષ શ્રીમતી વાસંતીબેન પટેલ અને તાલુકા પંચાયતના સભ્યશ્રી બચુભાઈ કોંકણી,તાલુકા –જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ,સરપંચશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રી વી એન ડોડીયા,તથા શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000