કે.વિ.કે. વઘઈ દ્વારા રંભાસ જામલાપાડા ગામ ખાતેથી ટેકનોલોજી સપ્તાહના પ્રથમ દિવસની ઉજવણીની શરૂઆત
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેતીની નવીનતમ ટેકનોલોજી સંશોધન કેન્દ્રમાંથી ખેડૂત સુધી પહોચાડવાનું કામ કરતુ હોય છે. ખેતીની આધુનિક તાંત્રિકતા જેવી કે સુધારેલી જાતો, પ્લાન્ટિંગ મટીરીયલ, બાયો ફર્ટીલાઈઝર, જીવાત નિયંત્રણ માટેના વિવિધ ઉપાયો, જમીનની માવજત, ખેડ વ્યવસ્થાપન અને પાણીનો યોગ્ય ઉપયોગ વગેરે બાબતોમાં ખેડૂતોમાં જાગૃતતા આવે અને તે તરફ ખેડૂતભાઈ-બહેનો વળે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિની આધુનિક ખેતી પધ્ધતિનુ વિસ્તરણનું કામ કરતુ હોય છે. ટેકનોલોજી સપ્તાહના આ પ્રથમ દિવસે વઘઈ તાલુકાના જામલાપાડા ગામ ખાતે પ્રાકૃતિક ખેતીના વિવિધ વ્યાખ્યાન, નિદર્શન, ફિલ્મ શો, કિશાન ગોષ્ઠી જેવી પ્રવૃતિઓ કરીને ખેતી વિષયક અને પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન અને મૂલ્યવર્ધિત કઈ રીતે કરવું તેની ઊંડાણ પૂર્વક સમજણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. પ્રતિક જાવિયા વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) આપી. કૃષ્ણકાંતભાઈ, બરોડા સ્વરોજગાર સંસ્થામાથી રંજનબેન દલવી, જિલ્લા પંચાયતમાંથી રોજગાર વિભાગમાથી ભારતીબેન ગામીત દ્વારા ખેતીમાં અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવું અને બિયારણ વિશે ખેડૂતોને ઉજાગર કર્યા હતા. કેન્દ્નના હવામાન નિષ્ણાંત શ્રેયાંસ ચૌધરી દ્વારા બદલતા હવામાન સાથે પાક અને પશુઓની કાળજી પર વાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં કેન્દ્રના વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.બી.ડોબરીયા જેમણે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય અને તેના ફાયદા વિષે વિસ્તૃત માહિતી આપી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતમાં કિસાન ગોષ્ઠી અને કૃષી પ્રદર્શનનું આયોજન કરી ખેડૂતોના દરેક પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ કાર્ય કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લઇ રસાયણિક ખાતર નહિ વાપરવાની અને પ્રાકૃતિક ખેતી કરવાની ભાવના વ્યક્ત કરી હતી. કે.વી.કે.,ન.કૃ.યુ., વઘઈ (ડાંગ)ની સમગ્ર ટીમ દ્વારા પેહલા દિવસ નો આ કાર્યક્રમ સફળ બન્યો હતો.