ડાંગના ભગતો આયુર્વેદિક પધ્ધતિથી લોકોના આરોગ્યની સાર-સંભાળ લે છે

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  કોરોના વાઇરસની મહામારીને પગલે સમગ્ર વિશ્વ હાલમાં ભારે મુસીબતનો સામનો કરી રહયું છે. કોરોના પ્રત્યે સાવધ બની રાજ્ય સરકારશ્રી દ્વારા તકેદારીના ભાગરૂપે અનેક પગલાઓ લેવામાં આવી રહયા છે. ત્યારે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રની સાથે સાથે આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ઉપચાર કરતા વૈદો કે, જે ભગતોના નામથી પ્રખ્યાત છે તેઓ પણ આ મહામારીને નાથવા માટે પોતાની ઔષધિઓ દ્વારા સેનેટાઈઝ કરી વનસ્પતિઓની મદદ લઇ રહયા છે.લાંબાસોંઢા ગામના ભગત જતરૂભાઇ સાવનભાઇ ગવાર જણાવે છે કે કોરોના વાઇરસની વાતથી અમે આખા ગામને સ્વચ્છ કરી વનૌઔષધિ વાળા પાણીનો છંટકાવ કરી રોગમુક્ત કરેલ છે. તથા વનસ્પતિઓ નાંખી ઉકાળેલુ પાણી ગામના દરેક વ્યકિતને આપે છે. શિવારીમાળના વૈદ રોહિદાસભાઇએ જણાવ્યું હતું કે અમે કુલ ૬ પ્રકારની વનસ્પતિ ગળો,તુલસી,ભોકળ, બીલીપત્ર,અરડુસી જેવી ઔષધિનો ઉપયોગ કરીએ છીએ. ગળો ની વનસ્પતિ બાવન પ્રકારના રોગને ભગાડે છે. ગળોને વાટી પાણીમાં બોળી તેનું એક ચમચી પાણી લેવાથી શરીરની તંદુરસ્તી ખૂબ સારી રહે છે. અમે અમારા ગામમાં પણ લોકોને જાણકારી આપી પારંપારિક જ્ઞાનથી કોરોના વાઇરસને અટકાવવાના પ્રયાસ કરી રહયા છે. અમે કંદ,મૂળ,પાન વિગેરેથી લોકોના ઉપચાર કરીએ છીએ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other