નવસારીના નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તેમજ પોલીસ સ્ટાફના માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય આજરોજ સાથેના એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હે.કો. જગદીશભાઇ જોરારામભાઇને સંયુકત રીતે ખાનગી બાતમી મળી હતી કે, “નવસારી ટાઉન પો.સ્ટે. એ પાર્ટના ગુનાનો પકડવાનો બાકી આરોપી ગણેશભાઇ ગુટ્ટે રહે. વેજલપોર શિવાજી ચોક નવસારી. નવસારીથી એક સફેદ કલરની ફિઆટ કંપનીની કાર નં.GJ-19-AA-6038માં તાપી જીલ્લા તરફ આવેલ છે.” તેવી બાતમી આધારે વ્યારા પો.સ્ટે.ની હદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચીખલદા ગામની નહેર પાસેથી બાતમી વાળી વ્યક્તિ મળી આવતા જેના નામ ઠામની ખાત્રી કરતા આરોપી- ગણેશભાઇ કિશનભાઇ ગુદે ઉ.વ.૪૦ રહે. વિજલપોર શિવાજી ચોક નવસારીનો હોવાનું જણાવતા નવસારીના ગુનામાં નાસતો- ફરતો હોવાની કબુલાત કરતા આ આરોપી પકડી પાડી કાયદેસરની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, હે.કો.જગદીશ જોરારામ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, અ.પો.કોન્સ. રોનકભાઈ સ્ટીવનસનભાઈએ કામગીરી કરેલ છે.