“મોદીજીની વિકાસની ગેરંટી એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”- ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા
બુહારી ગામને ઓડીએફ પ્લસ મોડેલ ગ્રામપંચાયત બનવા બદલ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.15: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જેની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરાવી છે, તેવી વિકસિત ભારત યાત્રા આજરોજ તાપી જિલ્લાના સ્માર્ટ વિલેજ બુહારી ખાતે યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભો પ્રદાન કરાયા હતા. આ યાત્રા થકી સમગ્ર દેશ સહિત તાપી જિલ્લાનાં છેવાડાનાં લોકો સુધી સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ સાથે બુહારી ગામને ઓડીએફ પ્લસ મોડેલ ગ્રામપંચાયત બનવા બદલ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, વાલોડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ શ્રીમતી તૃપ્તિબેન, શ્રી ભુપેન્દ્રભાઈ અને શ્રીમતી જ્યોત્સનાબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી દર્શનાબેન, માનવકલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સત્યજીતભાઈ દેસાઈ, વાલોડ એપીએમસીના ડિરેક્ટર શ્રી ઉદયભાઈ દેસાઈ, બુહારીના સરપંચ શ્રીમતી વનિતાબેન ગામીત, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ વહીવટી તંત્રના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીથીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦