વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી કૌશલ કિશોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

0
IMG-20231213-WA0014
Contact News Publisher

વિકસિત ભારત સંકલ્પ યાત્રા: તાપી જિલ્લો

દેશ પ્રત્યેની નૈતિક ફરજોની યાદ અપાવી સૌને દેશના વિકાસમા સહભાગી થવા અનુરોધ કરતા કેન્દ્રિય મંત્રીશ્રી કૌશલ કિશોર

ભારતના સંવિધાનમાં દર્શાવેલ ફરજો અને હકો તમામ નાગરિકોને મળે તે સુનિશ્ચિત કરવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં થઇ રહ્યુ છે. -કેન્દ્રિય મંત્રીશ્રી કૌશલ કિશોર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ છેવાડાના માનવી સુધી પહોચવાનું એક માધ્યમ છે. -કેન્દ્રિય મંત્રીશ્રી કૌશલ કિશોર

વડાપ્રધાનશ્રી આદિવાસી અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં સતત કાર્યરત છે: આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

મહાનુભાવોના હસ્તે આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ એનાયત કરાયા

‘ધરતી કહે પુકાર કે’ તથા “વસુધૈવ કુટુંબકમ” થીમ ઉપર રજુ થયેલ નુક્કડ નાટક થકી પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતી સખી મંડળ અને આંગણવાડીની બહેનો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.13: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી કૌશલ કિશોરના અધ્યક્ષ સ્થાને તથા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ,ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી અને માંગરોલ તાલુકાના ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાણીઆંબા ગામે અધ્યક્ષસ્થાનેથી કેન્દ્રિય મંત્રીશ્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, વિકસિત ભારતની પરિકલ્પના વડાપ્રધાનશ્રીના મનમા વર્ષો પહેલાથી હતી. તેમણે શહેરી અને ગ્રામિણ આવાસ યોજના અંતર્ગત દેશના તમામ નાગરિકોને પોતાનું પાકુ ઘર મળે તેવું આયોજન કર્યૂ છે. 2024 સુધી તમામને આવાસ મળે, તે ઘરમાં જમવાનું બનાવવા ઉજ્જ્વલા યોજના, ઘરના સભ્યો માટે રોજગારી, ઘરની મહિલાઓ માટે સ્ટાર્ટ અપ યોજના દ્વારા આત્મનિર્ભર બનાવવા 10 લાખથી લઇ 1 કરોડ સુધીની યોજના લાગુ કરી, આમ સમગ્ર પરિવારને આર્થિક, સામાજિક રીતે સશક્ત થાય તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે.

સમગ્ર દેશમાં દરેક ઘરમાં વિજળી હોય, દરેક ઘરમાં નળથી જળ આવતુ હોય, ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા કિશાન સન્માનનિધિ યોજના, દરેકના આરોગ્યની દરકાર કરવા આયુષ્માન ભારત કાર્ડ, દરેક ઘરમાં શૌચાલય હોય આ તમામ કામો આયોજન બધ્ધ વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રીએ જોયેલા ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા આ તમામ યોજનાઓ આયોજન બધ્ધ રીતે લાગુ કરી છે. તેમણે નિર્ધાર કર્યો કે આત્મનિર્ભર ભારત હશે તો જ વિકસિત ભારત બનશે. અને આત્મનિર્ભર ભારત બનાવવા નાગરિકોને સશક્ત અને કૌશલ્યવાન બનાવવું જરૂરી છે એમ જણાવી આ તમામ યોજનાઓ લાગુ કરી છે જેનો લાભ લેવા તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેયું કે, ભારતના સંવિધાનમાં દર્શાવેલ ફરજો અને હકો તમામ નાગરિકોને મળે તે સુનિશ્ચિત કરવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં થઇ રહ્યુ છે. તેમણે ઉપસ્થિત સૌને દેશ પ્રત્યેની નૈતિક ફરજોની યાદ અપાવી સૌને દેશના વિકાસમા સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ જી-20ની અધ્યક્ષતા, કોરોનકાળમાં નિ:શુલ્ક અનાજ, લખપતી દીદી, ડ્રોન દીદી જેવી વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા. તેમણે અંતે વર્તમાન સરકાર છેવાડાના માનવી સુધી લાભો પહોચાડવા કટીબધ્ધ છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ છેવાડાના માનવી સુધી પહોચવાનું એક માધ્યમ છે એમ ઉમેયું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી આદિવાસી અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં સતત કાર્યરત છે. તેમણે ‘મોદી છે તો ગેરંટીની પણ ગેરેંટી છે’ એમ કહી વિકસિત ભારતના રથ થકી 22 જેટલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સરકારે વ્યારા સુગર ફેક્ટરીને 30 કરોડની માતબાર રકમ ફાળવી તાપી જિલ્લાને વિકાસની ધારામા લાવવાનું પ્રસંશનિય કામ કર્યું છે. એમ જણાવી મંત્રીશ્રીએ આયુષ્માન ભારત કાર્ડ, કિશાન સન્માન નિધી જેવી વિવિધ યોજનાઓ અને આદિવાસીઓ માટે બજેટમાં માતબાર રકમ વર્તમાન સરકારે ફાળવી છે એમ જણાવ્યું હતું.

આ યાત્રાના માધ્યમથી દરેક પ્રકારની યોજનાઓ અંગેની જાણકારી ગામના દરેક વ્યક્તિને મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરવા તાપી જિલ્લા તંત્રની કામગીરીને સરાહના કરી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશના તમામ ગામોનો વિકાસ થાય તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે તેને પુરી કરવા દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. તમામ આદિવાસી વિસ્તારમાં અનેકવિધ યોજનાઓ દ્વારા નાગરિકોને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. તેમણે સર્વ પદાધિકારીઓ અને ગામના આગેવાનોને અનુરોધ કર્યો હતો કે, સરકાર આપણા આંગણે આવી છે ત્યારે ગામના દરેક વ્યક્તિને લાભ મેળે તે સુનિશ્ચિત કરીએ.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા માંગરોલ ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનું ગૌરવ એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠ્ળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. ત્યારે સમગ્ર વિશ્વની અંદર ભારતનો ડંકો વગાડવાની સાથે ગરીબો અને વંચિતોની ચિંતા પણ વડાપ્રધાનશ્રીએ કરી છે. તેમણે વર્તમાન સરકાર આ વિસ્તારની સુખાકારીની ચિંતા કરે છે. એમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી સમાજને સૌથી વધુ જંગલ જમીન વર્તમાન સરકારે આપી છે. આજે સમગ્ર તંત્ર આપણા ગામે આવ્યું છે. ત્યારે ગામના નાગરિકોને ‘મોદી સાહેબની ગેરંટી વાડી ગાડી’નો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વ્યારા પ્રાંત અધિકારીશ્રી સાગર મોવાલીયાએ કાર્યક્રમના અનુરૂપ સ્વાગત પ્રવચન કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ અંગે સૌને અવગત કર્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી.

સખી મંડળની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ તથા “વસુધૈવ કુટુંબકમ” થીમ ઉપર પ્રાકૃતિક ખેતી અપનાવવા નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીના હસ્તે આંગણવાડી બહેનોને તાલુકા કક્ષાના માતા યશોદા એવોર્ડ એનાયત કરાયા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાથમિક શાળા રાણીઆંબાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, ડીસીએફ પુનિત નૈયર, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, વિવિધ સમિતિઓના સદસ્યો, વિવિધ ગામના સરપંચશ્રી, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *