વાલોડ તાલુકાનાં ડુમખલગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૩ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહાનુભાવો સહિત ગ્રામજનોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પીએમ કિશાન યોજના, સોઈલ હેલ્થ કાર્ડ જેવી સરકારી કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. સરકારની યોજનાઓ અન્વયે લાભાન્વિત થયેલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે યોજનાકિય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત માહનુભાવો સહિત ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થઈ શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, ગામનાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other