નવાપુરના ગુનાનો નાસતો-ફરતો આરોપી ઝડપી પાડતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારા નાઓએ નાસતા-ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે પોલીસ ઈન્સપેક્ટરશ્રી સોનગઢ પો.સ્ટે. નાઓના સીધા માર્ગદર્શન મુજબ આજરોજ અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ રાઉત, અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ વળિયા તથા અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઈ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ રાઉતને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અગાઉ પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રવી રોહીદાસ સકટ, ઉ.વ-૩૦, રહે-નવાપુર, પ્રભાકર કોલોની, મુસલમાન મહોલ્લો, બસ સ્ટેશન પાછળ, તા-નવાપુર, જી-નંદુરબાર (મહા) ને પકડી પાડેલ અને સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી ખાત્રી કરતા સદર ઇસમ મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર પો.સ્ટે | ગુ.ર.નં- ૦૮૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૫૩, ૩૦૭, ૪૨૭, ૩૮ મુજબના ગુનામા વોંટેડ હોવાથી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરીનવાપુર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

આરોપીનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ:-

રવી રોહીદાસ સકટ, ઉ.વ-૩૦, રહે-નવાપુર, પ્રભાકર કોલોની, મુસલમાન મહોલ્લો, બસ સ્ટેશન પાછળ, તા- નવાપુર, જી-નંદુરબાર (મહા) નાઓ અગાઉ (૧) સોનગઢ પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં. ૨૫/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૩૬૫, ૩૦૭, ૩૯૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબ (૨) કીમ પો.સ્ટે. III પાર્ટ- ૦૦૦૨/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫ (ઈ), ૮૧, ૮૩ મુજબ (૩) નવાપુર પો.સ્ટે I ગુ.ર.નં-૦૮૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૫૩, ૩૦૭, ૪૨૭,૩૮ મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

કામગીરી કરનાર પોલીસ કર્મચારી :-

(૧) અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ રાઉત. (૨) અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ વળિયા. (૩) અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *