ઉઘના રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપરથી મૃત હાલતમાં મળેલ અજાણ્યા પુરુષનાં વાલી વારસો જોગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. ૪૩/૨૦૨૩ C.R.P.C. કલમ-૧૭૪ મુજબ  મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.-૫૦ ના આશરાનો તા.- ૨૧/૦૩/૨૦૨૩ ના રોજ કલાક-૦૯/૪૦ વાગ્યા પહેલા ઉઘના રેલ્વે સ્ટેશન પ્લે. નં.-૧ ના ભેસ્તાન તરફના ઓવર બ્રીજ ઉપર એક્સેલેટર સીડીની બાજુમાં કોઇ પણ બિમારીના કારણે કુદરતી રીતે મરણ ગયેલ હોય જે મરનારના વાલી-વારસો મળી આવેલ ન હોય જે મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવા વિનંતી છે. જે મરનારની વિગત નીચે મુજબ છે.

મરણ જનારની લાશનું વર્ણન :-

એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૫૦ ના, આશરાનો ઉંચાઇ:- ૫×પ” બાંધો મજબુત રંગે- ઘઉં વર્ણનો જેના જમણા હાથની કલાઇ ઉપર હિન્દીમા જજાત દોગલાપાડા તથા નાગીનનું ચિત્ર ત્રોફાવેલ છે. તથા

મરનારે પહરેલ કપડાનું વર્ણન :-

મરનારે બદનમાં રાખોડી કલરનું ઝીણી કાળી લાઇનીંગ વાળુ આખી બાયનું શર્ટ તથા કમરે રાખોડી કલરનું પેન્ટ તથા રાખોડી કલરનો જાંઘીયો પહરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other