વ્યારા તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાઓ કે.કે.કદમ કન્યા વિદ્યાલય ખાતે યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર, કમિશ્નરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર તેમજ જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા કલા મહાકુંભ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા અન્વયે આજરોજ વ્યારા ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ કે.કે.કદમ કન્યા વિદ્યાલય ખાતે ન.પા.પ્રમુખશ્રી રીતેશ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ન.પા.પ્રમુખશ્રી રીતેશ ઉપાધ્યાયએ ઉપસ્થિત કલાકારોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વ્યારા તાલુકામાંથી કુલ-૩૬૫ કલાકારોઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એ દર્શાવે છે કે આપણા જિલ્લામાં અખુટ કલા ભરી છે. તેમણે સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવતા તાપી જિલ્લામાંથી વધુને વધુ સ્પર્ધકો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઇ વિજેતા બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ન.પા.ઉપ પ્રમુખ નિલમબેન, ર.ફ.દા.બુ.કેણવણી મંડળના કારબારી અધ્યક્ષ રોનક શાહ, ખોખો કોચ સુનિલભાઇ મિસ્ત્રી, વિવિધ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ, વિવિધ શાળાના શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં સ્પર્ધક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કે.કે.કદમ કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રીમતી સંગીતાબેન ચૌધરી દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઇ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
નોંધનિય છે કે, નિઝર તાલુકામાં મોડેલ સ્કુલ નિઝર ખાતે અને કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળા, કુકરમુંડા ખાતે આગામી ૧૪/૧૨/૨૦૨૩ ના રોજ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે.
૦૦૦૦૦