વાલોડ તાલુકાના કુંભિયા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત

Contact News Publisher

તાપી જિલ્લામાં બહોળા જનપ્રતિસાદ સાથે યોજાઈ રહ્યા છે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના ગ્રામ્યકક્ષાના કાર્યક્રમો

લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો, સહાય, હુકમ પત્રથી કરાયા લાભાન્વિત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૭: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજરોજ વાલોડ તાલુકામાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કુંભિયા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યાત્રાના રથનું આગમન થતાં જ ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો, સહાય,હુકમ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. પ્રાથમિક શાળાના બાળકોએ મનમોહન સ્વાગત ગીત અને પ્રાર્થના રજુ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other