બામણામાળ દૂર ગામે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’મા ઉપસ્થિત રહ્યા

Contact News Publisher

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા- તાપી જિલ્લો’

ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામે પહોંચી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

મહાનુભાવોના હસ્તે ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભો વિતરણ કરાયા

ઉપસ્થિત સૌ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરતા-વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.11  કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ખાતે પહોંચેલી યાત્રાને ગ્રામજનોએ ઉત્સહભેર આવકારી લેવામાં આવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાને ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલે સૌને સંબોધતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન છેવાડાના માનવી સુધી સરકારની દરેક યોજનાઓ પહોંચે,તેમજ દરેક યોજનાઓનો લોકો લાભ લે તથા લાભ લેવા પાત્ર તમામ લાભર્થીઓને લાભ મળી રહે તે આવશ્યક છે.
વધુમાં કૃષિ વૈજ્ઞાનિકો તથા પ્રકૃતિ કૃષિ કરતા ખેડૂતો ભાઈઓ તથા બહેનો દ્વારા રજુ કરેલ ‘ધરતી કહે પુકાર કે’ની કૃતિની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે,રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી ધરતી માતા અને આપણા સ્વાસ્થયને કેવી અસર થાય છે તેનો અહીં સુંદર સંદેશો આપ્યો છે.આપણા સ્વાસ્થય અને આપણી જમીનની ફળદ્રુપતા માટે રાસાયણિક ખતરો નુકસાન કારક છે.ત્યારે આપણે સૌએ પ્રકૃતિ કૃષિ તરફ વળવું જોઈએ એમ ઉમેર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ પરિવારોને સાથે લઇ ચાલવાનો જે સંકલ્પ લીધો હતો તે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પરિપૂર્ણ થઇ રહ્યો છે.
આજે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.ત્યારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો મુખ્ય હેતુ છેવાડાના માનવીઓ જે સરકારી યોજનાથી વંચિત હોય તેઓ સુધી સરકારી યોજનાઓની માહિતી પહોચાડવાનો છે.

ડોલવણના બામણામાળ દૂર ગામે રથના સથવારે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કી-વિતરણ, સોઇલ હેલ્થ કાર્ડ, ઉજ્જ્વલા યોજના કીટ વિતરણ, વિધવા સહાય પ્રમાણપત્ર, , પી.એમ.જે.વાય કાર્ડ વિતરણ, ટી.એચ.આર યોજના અંતર્ગત કીટ વિતરણ તેમજ સ્વસ્થ બાળક સ્વાસ્થય યોજનાના પ્રમાણપત્રો વિતરણ કરવામા આવ્યા હતા.
કાર્યક્રમમા બેન્કિંગ ક્ષેત્ર સહિત આરોગ્ય વિભાગ, પશુપાલન, મહિલા અને બાળ કલ્યાણ, મિશન મંગલમ, ખેતીવાડી,આઇ.સી.ડી.એસ સહિતના વિભાગોએ તેમની યોજનાકિય જાણકારીઓ પ્રજાજનો સુધી પહોંચાડવા સાથે વિવિધ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરી હતી.

ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું ‘પ્રણ’ ગ્રહણ કર્યું હતું.વિવિધ યોજનાના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત તેમના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમના ભાગરૂપે વિકસિત ભારતનો સંદેશ આપતા વડાપ્રધાનશ્રીની કાર્યક્રમ સંબંધિત ફિલ્મનું નિદર્શન, યોજનાકિય સાહિત્યનું વિતરણ, આરોગ્ય અને પશુ આરોગ્ય વિભાગના નિદાન અને સારવાર કેમ્પ, ડ્રોનથી દવા છંટકાવનું નિદર્શન,ધરતી કહે પુકાર કે’ અંતર્ગત નાટક જેવી પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડોલવણ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા, સહિત સ્થાનિક પદાધિકારીઓ,સરપંચશ્રી,ફરજ પરના અધિકારી, કર્મચારીઓ, રથના ગ્રામ્ય અને તાલુકાના નોડલ ઓફિસરો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other