વાલોડ તાલુકાના રાનવેરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું
વાલોડ તાલુકો:-વિકસિત ભારત સંકલ્પ યાત્રા
–
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુભાવો દ્વારા લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કરાયા
–
સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરાતા મહાનુભાવો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯: વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની ભેટ આપી રહી છે તેમજ આ અંગે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તે દિશામાં તાપી જિલ્લા તંત્ર કામગીરી કરી રહ્યું છે. ત્યારે આજરોજ વાલોડ તાલુકાના રાનવેરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જ્યા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કર્યા હતા.
આ પ્રસંગે સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાના વિકાસની સાથે સાથે સમગ્ર દેશના વિકાસમાં સરળતાથી સામેલ થઇ શકે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો છે. સરકાર દ્વારા પોષણ અભિયાન, આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના, વ્હાલી દિકરી યોજના, આવાસ યોજના સહિતના અનેક લાભો લોકોને ઘરબેઠા મળી રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. આ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના લાઇવ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
ઉપરાંત ‘મેરી કહાની મેરી ઝુબાની’ હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકોએ સુદંર મજાનું યોગ નિદર્શન કરી લોકોને યોગ કરવા માટે જાગૃત કર્યા હતા.તથા‘ધરતી કહે પુકાર કે’ થીમ ઉપર નુકકડ નાટક પ્રસ્તુત કરી ગ્રામજ્નોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.તથા ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ યોજનાઓના સ્ટૉલોની મુલાકાત લીધી હતી. અને સૌ ગ્રામજનોને સ્ટોલ પરથી મળાતા લાભો અને માહિતી લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પદાધિકારી તથા તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગામમા સરપંચશ્રી, તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦