તાપી જિલ્લામાં હાલ ૧૦૪૯ આંગણવાડીમાં કુલ મહિલાઓ ૭૪૦૫, કિશોરીઓ-૫૩૭૧ અને ૩૬૯૨૭ બાળકો પોષણ અભિયાનનો લાભ લઇ રહ્યા છે

Contact News Publisher

મેરી કહાની મેરી ઝુબાની: જિલ્લો તાપી

સરકારશ્રીની વિવિધ મહિલાકલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ સુખ અને શાંતીમય જીવન જીવતા લાભાર્થી જિજ્ઞાબેન ચૌધરીએ પોતાની સફળતાની વાત ગ્રામજનો સમક્ષ મુકી

પોષણ અભિયાન, માતૃવંદના, ૧૦૮ એમ્બ્યુલન્સ, વ્હાલી દિકરી યોજના જેવી વિવિધ યોજનાની સફળતાના બન્યા છે સાક્ષી

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ વર્ષ- ૨૦૨૩-૨૪માં 530 માતાઓને રૂ.15,90,000/- મળી છે સહાય

તાપી જિલ્લામાં વ્હાલી દિકરી યોજના હેઠળ વર્ષ- ૨૦૨૩-૨૪માં 529 દિકરીઓને રૂપિયા 58,19,0000ના હુકમ વિતરણ કરવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૦૯: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નારીશક્તિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટેનો બહુપાંખીયો વ્યૂહ અમલમાં મૂક્યો છે. મહિલાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર અનેક યોજનાઓનો અસરકારક અમલ કરી રહી છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત બનાવવું આવશ્યક છે ત્યારે રાજ્યસરકાર દ્વારા 17 સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ (SDG) પૈકી, SDG-5નો હેતુ સમાજમાં સમાનતા હાંસલ કરવાનો અને મહિલા તથા દીકરીઓ વિરુદ્ધના તમામ ભેદભાવને સમાપ્ત કરીને મહિલાઓને સશક્ત બનાવવાનો છે. જાતિગત સમાનતા એ માત્ર મૂળભૂત માનવ અધિકાર નથી, પરંતુ ટકાઉ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ અગત્યની બાબત છે.

દેશ અને સમાજના વિકાસમાં નારીશક્તિની ભાગીદારી અમૂલ્ય છે. ત્યારે અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી નારી શક્તિને સશક્ત બનાવવામાં તાપી જિલ્લા તંત્ર પણ અગ્રહરોળમાં છે. તાપી જિલ્લા તંત્રની સફળતા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રત્યક્ષ જોવા મળી રહી છે. જ્યા ગ્રામ્યકક્ષાએ નારીશક્તિના સહકારથી તમામ કાર્યક્રમો સફળતાનો આકાશ આંબી રહ્યા છે.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વાલોડ તાલુકાના કહેર ખાતે ‘મેરી કહાની મેરી ઝુબાની’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. જેમાં સરકારશ્રીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો લાભ લઇ સુખ અને શાંતીમય જીવન જીવતા લાભાર્થી શ્રીમતી જિજ્ઞાબેન સુરેશભાઇ ચૌધરીએ પોતાની સફળતાની વાત ગ્રામજનો સમક્ષ મુકી હતી.

જિજ્ઞાબેને જણાવ્યું હતું કે, મને ત્રણ માસનો ગર્ભ હતો ત્યારથી આજ દિન સુધી આંગણવાડીમાંથી ટીએચઆર મળી રહ્યું છે. આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો દ્વારા પણ સમયે સમયે મને જરૂરી માર્ગદર્શન અને સલાહસુચનો મળ્યા છે. ડિલિવરી સમયે 108 એમ્બ્યુલન્સ અને માતૃવંદના યોજનાનો પણ લાભ મળ્યો છે.

જિજ્ઞાબેને વધુમાં ઉમેર્યુ કે, મારી બે દિકરીઓ છે મને વ્હાલી દિકરી યોજનાનો પણ લાભ મળ્યો છે. અંતે તેમણે સરકારશ્રી અને જિલ્લા વહિવટી તંત્ર સહિત સ્થાનિક આંગણવાડીના કાર્યકર અને આશાબહેનોનો આભાર વ્યક્ત કરી ઉપસ્થિત સૌ બહેનોને સરકારશ્રીની મહિલા કલ્યાણકારી વિવિધ યોજનાના લાભ લેવા અનુરોધ કર્યો હતો.

‘સંકલિત બાળ વિકાસ યોજના’
નોંધનિય છે કે, ‘આઈસીડીએસ યોજના’ અંતર્ગત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગુજરાત કો- ઓપરેટીવ મિલ્ક ફેડરેશનના માધ્યમથી જિલ્લા ડેરીને ટેક હોમ રેશનના ઉત્પાદન અને આંગણવાડી સુધી વિતરણની જવાબદારી આપવામાં આવી છે

‘સંકલિત બાળ વિકાસ યોજના’ હેઠળ આંગણવાડી કેન્દ્રમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો અને બપોરનું ગરમ ભોજન અઠવાડિયામાં છ દિવસ આપવામાં આવે છે. અઠવાડિયામાં બે દિવસ ઋતુ પ્રમાણે તાજાં ફળ પણ આપવામાં આવે છે. ટેક હોમ રેશન અને ગરમ તાજું ભોજન ૬ માસથી ૬ વર્ષના બાળકો અને સગર્ભા, ધાત્રી માતાઓને આપવામાં આવે છે.

તાપી જિલ્લામાં હાલ કુલ-૧૦૪૯ આંગણવાડી કાર્યરત છે જેમાં કુલ મહિલાઓ ૭૪૦૫, કિશોરીઓ-૫૩૭૧ અને કુલ ૩૬૯૨૭ બાળકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના

‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો હેતું પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં આરામ અને બાળકનું યોગ્ય લાલન પાલન કરે એ હેતુસર મહિલાને સરકારશ્રી દ્વારા નાણાં સહાય રૂપે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા માતાઓને નક્કી કરેલ માર્ગદર્શિકા પ્રમાણે પ્રથમ તબક્કો- આ યોજના અંતર્ગત સગર્ભાની નોંધણી કરાવ્યા બાદ ઓછામાં ઓછી એક પુર્વ પ્રસૂતિ તપાસ (સગર્ભાવસ્થાના છ મહિના પછી) થાય તો રૂ.3૦૦૦/- મળવા પાત્ર છે.

બીજો તબક્કો- બાળજન્મની નોંધણી કરાવ્યા બાદ, BGC,DPT(Pentavalent), OPV Hepatitis- B રસીઓની પ્રથમ સાયકલ પુર્ણ કરાવ્યા બાદ(૧૪ અઠવાડિયા સુધીની રસી) થાય તો રૂ.૨૦૦૦/- મળવા પાત્ર છે.
જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ મળે છે. આ યોજનાનો લાભ તમામ APL-BPL લાભાર્થીને મળવાપાત્ર છે.
બીજી પ્રસૂતિ સમયે દિકરીનો જન્મ થાય તો બાળજન્મની નોંધણી કરાવ્યા બાદ, BGC,DPT(Pentavalent) ,OPV Hepatitis- B રસીઓની પ્રથમ સાયકલ પુર્ણ કરાવ્યા બાદ(૧૪ અઠવાડિયા સુધીની રસી) થાય પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના સાથે રૂ.૫૦૦૦/- મળવા પાત્ર છે.

તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ વર્ષ- ૨૦૨૩-૨૪માં કુલ ફોર્મ ૩૧૪૫ ભરી ઓનલાઈન પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવેલ છે જે પૈકી ૫30 માતાઓને રૂપિયા ૧૫,૯0,000/-સહાય મળેલ છે.

વ્હાલી દિકરી યોજના

દિકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ દંપતીના પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દિકરીઓને ૧,૧૦,૦૦૦/- (અંકે એક લાખ દસ હજાર રુપિયા પુરા) ની સહાય મળવા પાત્ર છે.

તાપી જિલ્લામાં વ્હાલી દિકરી યોજના હેઠળ વર્ષ- ૨૦૨૩-૨૪માં કુલ 529 દિકરીઓને કુલ 58,19,0000ના હુકમ વિતરણ કરવામાં આવેલ છે.

ગુજરાતની મહિલાઓ આર્થિક રીતે સામર્થ્યવાન બને, સામાજિક રીતે સુરક્ષિત બને અને શૈક્ષણિક ક્ષેત્રે સુદ્રઢતાથી આગળ વધે એ માટે સતત અને સઘન પરિશ્રમ કરતી ગુજરાત સરકારના નક્કર કાર્યોની પ્રતિતી રાજ્યના છેવાડે આવેલા તાપી જિલ્લામાં “મેરી કહાની મેરી ઝુબાની” થીમ અંતર્ગત મહિલાઓની સફળતાની વાતો ઉપરથી બખુબી જોઇ શકાય છે.
-વૈશાલી પરમાર
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other